________________
૨૩ ૨. ગર્ભપાત કરીશ નહિ-કરાવીશ નહિ, કરતાને સારા
માનીશ નહિ. કીડી-મંકોડા-ઉંદર કે સર્પના દર (માટીમાં ઉંડાં પોલાણ)ને પુરીશ નહિ. તેમાં ગરમ પાણી-તેલ વિગેરે નાખીશ નહિ. પશુ-પંખીને પાળીશ નહિ. પરસ્પર લડાવીશ નહિ. પાંજરામાં પૂરીશ નહિ. કાચમાં માછલી ઘર બનાવીશ નહિ. નોકર-ચાકરને તથા આપણા આશ્રયે જીવનારાને ભૂખ્યાતરસ્યા રાખીશ નહિ. તેઓ પાસે નિયત કરેલા કામથી વધારે કામ (વતન-પગાર આપ્યા વિના) કરાવીશ નહિ. મચ્છર, માંકડ, માખી, જૂ, ઉંદર, કીડી, મંકોડા, વાંદા વિગેરે જીવોના ઉપદ્રવો દૂર કરવા ડી. ડી. ટી. છંટાવીશ નહિ, તેઓની હિંસા કરીશ નહિ. આવા જીવોની ઉત્પત્તિ જ ન થાય તે માટે ઘર સ્વચ્છ જ રાખીશ. અનાજ સાફ કરતાં, શાકભાજી સમારતાં, ઘર દુકાન ફેક્ટરી આદિની સફાઈ કરતાં ત્રસજીવો ન મરે તેની પૂરતી કાળજી રાખીશ. જોયા વિના અને વણ્યા વિના અનાજ દળાવીશ નહિ, ગેસ-ચૂલા જોયા-પૂંજ્યા વિના સળગાવીશ નહિ, ઝાડપાન કાપીશ નહિ અને કપાવીશ નહિ. વનસ્પતિ ઉપર ચાલીશ નહિ. રસોડામાં પૂંજણીનો ઉપયોગ કરીશ અને ઘરમાં કોમળ સાવરણીનો ઉપયોગ કરીશ. કંપાઉન્ડમાં લોન ઉગાડીશ નહિ. પરમાત્માની પૂજા આદિ ઉત્તમ કાર્ય વિના ફૂલ તોડીશ નહિ અને પૂજા માટે પણ વિવેક અને જયણાપૂર્વક ફૂલ લાવીશ. ફૂલની વેણીનો ઉપયોગ કરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org