________________
૯. સામાયિક વ્રત
(પહેલું શિક્ષાવ્રત) ' સામયિકા = આત્માને સમભાવમાં લાવવો, તેના માટે કરાતું વ્રત. - હું દર મહિનામાં સામાયિક અને પ્રતિક્રમણ એમ બન્ને સાથે મળીને કુલ.............સામાયિક કરીશ. જો તે સંખ્યા તે માસમાં પૂરી ન થાય તો બાકી રહી ગયેલાં સામાયિકો તથા તેટલાં જ તેના દંડરૂપે અધિક સામાયિકો એમ બમણાં બીજા મહિનામાં રહી ગયેલા પેટે કરી આપવાં. આ સામાયિક વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ પાળીશ. ૧. દરેક સામાયિકમાં નવી ગાથાઓ ગોખીશ, અને જૂની
ગાથાઓનો સ્વાધ્યાય કરીશ. વાઉકાય જીવોની રક્ષા માટે મુહપત્તિ અને ભૂમિ ઉપર હરતા-ફરતા જીવોની રક્ષા માટે કટાસણું અને ચરવાળાનો સારી રીતે ઉપયોગ કરીશ. ત્યાગ અને આર્ય સંસ્કૃતિ દર્શક ધોતી-ખેસ આદિ વેશ સામાયિકમાં રાખીશ. સ્ત્રીઓનો આશ્રયી સાડીનો વેશ ઇત્યાદિ સમજી લેવું. સામાયિકમાં સાંસારિક વાતો કરીશ નહિ, લેવા અને પાળવાનો સમય બરાબર ધ્યાનમાં રાખીશ. ભીંત વિગેરેનો ટેકો દઈશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org