________________
= ૪૫ હવે ચૌદ નિયમો પ્રતિદિન ધારવાના આ પ્રમાણે છે :૧. સચિત્ત : જીવવાળી વસ્તુ તે સચિત્ત, હું આજે સચિત્ત
વસ્તુનો સર્વથા ત્યાગ કરીશ. અથવા............થી વધુ
સચિત્ત વસ્તુ વાપરીશ નહીં. ૨. દ્રવ્ય : ખાવા લાયક પદાર્થ. હું આજે દ્ર વ્યોથી
વધારે દ્રવ્યો વાપરીશ નહીં. ૩. વિગઈ : વિકાર કરે તે. નરકાદિ ગતિમાં લઈ જાય તે
વિગઈ કહેવાય. માંસ, મધ, માખણ અને મદિરા આ ચાર મહાવિગઈનો હું જીવનભર ત્યાગ કરું છું. અને ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલું. આ છે લઘુવિગઈ છે. આ છ વિગઈઓમાંથી આજે હું...........વિંગનો
ઉપયોગ કરીશ નહિ. ૪. વાણહ : ઉપાનહ : ચંપલ, બૂટ, સેંડલ, પગરખાં મોજાં
વિગેરે હું આખા દિવસ દરમ્યાન (અથવા રાત્રિ દરમ્યાન).........................જોડીથી વધારે ચંપલાદિનો
ઉપયોગ કરીશ નહિ. ૫. તંબોલ : મુખવાસ, હું આજે. .ગ્રામથી વધારે | મુખવાસ લઈશ નહિ. ૬. વસ્ત્ર : હું આજે જોડીથી વધારે વસ્ત્રો પહેરીશ
નહિ. ૭. કુસુમ હું આજે ....ગ્રામથી વધારે વસ્તુઓ સુંધીશ
નહિ. ૮. વાહનઃ આજે............થી વધારે મોટર, ટ્રેન,
ઘોડાગાડી કે રીક્ષા વિગેરે વાહનનો ઉપયોગ કરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org