________________
| ૨૭. ૪. કોઈના પણ ઉપર ખોટા આક્ષેપો-કલંકો આપીશ નહિ.
કોઈને પણ ગાળો કે અસભ્ય વચનો બોલીશ નહિ. પશુ-પક્ષી સંબંધી લે-વેચમાં જૂઠું બોલીશ નહિ. કોઈએ વિશ્વાસથી મને કહેલી ગુપ્તવાત બહાર પ્રકાશિત કરીશ નહિ. આવેશમાં આવીને કોઈને પણ દુઃખ થાય તેવું બોલીશ નહિ.
ઉપરોક્ત નિયમો યથાશક્તિ સાચવીને હું બીજું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ.
ન સેવવા યોગ્ય બીજા વ્રતના પાંચ અતિચારો ૧. મિચ્યોપદેશ : ખોટો ઉપદેશ, ખોટી શિખામણ આપવી તે. ૨. રહસ્યાભ્યાખાન : કોઈ વ્યક્તિએ એકાન્તમાં કહેલી
વાત પ્રસિદ્ધ કરવી તે. ૩. કૂટલેખ ક્રિયા : ખોટા લેખ, દસ્તાવેજ અને કાગળો
લખવા તે. ૪. ન્યાસાપહાર : કોઇએ જમા મૂકેલી થાપણ પચાવી
પાડવી તે. સાકારમ–ભેદ : બીજાની ગુપ્તવાત તેના આકાર " (હાવભાવ)થી જાણીને પ્રસિદ્ધ કરવી તે. પતિ-પત્ની વચ્ચેની ગુપ્ત વાતો પ્રગટ કરવી તે. આ પાંચ દોષો લગાડીશ નહિ એવું બીજું વ્રત હું પાળીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org