________________
૯૫ ૮. હે શ્રાવક ! સંપત્તિ પ્રમાણે દાન આપજે. મુરબ્બી સાથે
ગર્વ ન કરજે, નમ્ર બનજે, ધર્મના નિયમો ગુરુ પાસેથી ધારણ કરજે, ધર્મ ન વિસરતો. હે શ્રાવક ! શબ્દ, નિર્દોષ ધંધો કરજે, ઓછું આપવાનો અને વધારે લેવાનો ત્યાગ કરજે, કૂડી સાક્ષી ન પૂરજે
અને જુઠાણું સદંતર ત્યાગજે. ૧૦. હે શ્રાવક ! બત્રીશ અનંતકાય, બાવીશ અભક્ષ્યનો સર્વથા
ત્યાગ કરજે, કાચાં કુણાં ફલ ન ખાજે. ૧૧. હે શ્રાવક ! રાત્રિ ભોજનના અસંખ્ય દોષો છે. એમ
સમજજે અને તેનો જરૂરાજરૂર ત્યાગ કરજે. સાજીખાર, સાબુ, લોઢું અને લોઢાનો સામાન, ગળી, મધ અને મહુડાં વેચવાનો (વેપાર કરવાનો) જૈન શાસ્ત્રમાં નિષેધ કરેલ
છે માટે તેનો વેપાર ન કરજે. ૧૨. હે શ્રાવક ! રંગનો પાસ કરાવવામાં ઘણા દોષો છે,
તેમજ પાણી પણ બબ્બે વાર ગાળીને વાપરવું જોઈએ. અણગળ પાણી કોઈ વાર પીજે નહિ. હે શ્રાવક!સંખારાના જીવોયતનાપૂર્વક તેના સ્થાને પરઠવજે, લાકડાં-છાણાં ચૂલામાં મૂકતાં બરાબર તપાસજે, પાપ બને
તેટલું છોડવા અને પુણ્ય પ્રાપ્ત કરવા તત્પર રહેજે. ૧૪. શ્રાવક ! પાણી ઘીની પેઠે અને બને તેટલું ઓછું વાપરજે.
વસ્ત્રો ધોવામાં પાણી ગાળીને વાપરજે, બ્રહ્મચર્ય બની શકે
તેવી રીતે પાળજે, સઘળાં પાપાદિ દોષોને દૂર કરજે. ૧૫. હે શ્રાવક ! પાપ ઉત્પન્ન કરનાર પંદર કર્માદાન શાસ્ત્રમાં
કહેલાં છે તેનો ત્યાગ કરજે, અનર્થદંડ માથે ન લઇશ.
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org