Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૪
સુંદર, સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવવા નહિ.
૪. ધૂપપૂજા
ધૂપપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા જેમ ધૂપની ઘટા ઊંચે જાય, તેમ આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે.
ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ, મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ. અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મનમાન્યા મોહનજી. અમે ધૂપ ઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ તમે તર્યા અમને તારજો રે, ઓ મન માન્યા મોહનજી.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
ગભારાની બહાર પ્રભુજીની ધૂપપૂજા કરવી. ધૂપ પૂજા શુદ્ધ અને સુગંધી ધૂપ વડે કરવી.
૫. દીપકપૂજા
દીપકપૂજાનું રહસ્ય છે. આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાઓ અને કેવળજ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98