________________
૧૧. પૌષધોપવાસ વ્રત
(ત્રીજું શિક્ષાવ્રત)
પથ = ધર્મની પુષ્ટિ કરે, વૃદ્ધિ કરે તે, ૩૫વાદિત = ઉપવાસપૂર્વકનું વ્રત.
આખો દિવસ, આખી રાત્રિ, અથવા આખો દિવસ અને રાત્રિમાં સાધુના જેવું જીવન જીવવું. સાવદ્ય (પાપવાળું) કાર્ય કરવું નહિ, સામાયિકનાં વસ્ત્રો પહેરી સામાયિક લેવાની વિધિ પ્રમાણે પૌષધ અને સામાયિક ઉચ્ચરીને આખો દિવસ (તેમાં કહેલી વિધિ પ્રમાણેની) ધર્મક્રિયામાં અને સ્વાધ્યાયતત્ત્વચિંતન-મનન-વ્યાખ્યાન શ્રવણ ઇત્યાદિ ધર્મકાર્યોમાં સમય વ્યતીત કરવો. સચિત્તદ્રવ્યનો અને વિજાતીય વ્યક્તિનો સ્પર્શ પણ સર્વથા કરવો નહિ. સંસારનો જાણે સર્વથા ત્યાગ કર્યો હોય તેમ તે દિવસ જ્ઞાન-ધ્યાન-તપ અને આરાધના સાધનામાં પસાર કરવો. તે પૌષધોપવાસ વ્રત.
આવા પ્રકારનું પૌષધોપવાસ વ્રત વર્ષમાં..........કરીશ.
આ વ્રત પાળવામાં હું નીચેના નિયમોને આધીન રહીશ. ૧. પૌષધવ્રતમાં સચિત્ત વસ્તુનો અને વિજાતીય વ્યક્તિનો
સ્પર્શ કરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org