________________
૧૨. અતિથિસંવિભાગ વ્રત
(ચોથું શિક્ષાવ્રત)
ગતિથિ તિથિ જોઈને આવે એવો નિયમ નહીં. અર્થાત્ વિહાર કરતા કરતા અચાનક પધારે તે અતિથિ એટલે પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. આદિ. વિમાન ભક્તિ કરવી તે બારમું વ્રત.
આ વ્રત કરનારને દિવસ અને રાત્રિનો પૌષધ કરવાનો હોય છે. ચઉવિહાર (ન બની શકે તો તિવિહાર) ઉપવાસ કરવાનો હોય છે. પારણામાં એકાસણું કરવાનું હોય છે. પારણાના પ્રસંગે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને વહોરાવીને (ભક્તિ કરીને) જ પારણું કરવાનું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી : મહારાજશ્રીની જે વસ્તુ વહોરવાથી ભક્તિ થઇ, તે જ વસ્તુ
પારણામાં વાપરવાની છે. જેનાથી ભક્તિ થઈ શકી નથી તે વસ્તુ વાપરવાની નથી. આવું જે આ વ્રત તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
આખા વર્ષમાં ૧-૨ અથવા............અતિથિ સંવિભાગ - વ્રત હું કરીશ. જો તે વર્ષમાં તે સંખ્યા પ્રમાણે ન થાય તો
રહી ગયેલી સંખ્યા પ્રમાણે દંડ સાથે બીજા વર્ષમાં બમણા કરી આપીશ. અને બીજા વર્ષના અતિથિ સંવિભાગની સંખ્યા પણ જુદી ગણીને કરીશ. જો કોઈ કારણે નિયત સંખ્યા પ્રમાણે અતિથિ-સંવિભાગ નહિ જ થાય તો છેલ્લે......રૂપિયા ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org