________________
૬૭
પોતાની વસ્તુને ન વહોરાવવાની
બુદ્ધિથી પારકી કહેવી, અને પારકી વસ્તુને પોતાની કહીને વહોરાવી દેવી તે.
૩. પરવ્યપદેશ
૪. માત્સર્ય : ઇર્ષ્યા, મનમાં દાઝ, અદ્વેષ રાખીને વહોરાવવું.
૫. કાલાતિક્રમ : વહોરાવવાનો કાળ વીતી ગયા પછી બોલાવવા જવું.
આ પાંચ અતિચારો લગાડ્યા વિના આ બારમું અતિથિસંવિભાગ વ્રત હું પાળીશ.
બારવ્રતના અંતે સંલેખના વ્રત
=
संलेखना ફૂંકાવવું. સંસારની ઇચ્છાઓને ટૂંકાવવી. વ્રતોમાં રાખેલી છૂટછાટને ટૂંકાવવી. આહારાદિનો ત્યાગ કરવો.
મૃત્યુકાળ નજીક જણાય ત્યારે પાપોના આશ્રવને ઘટાડવા માટે વ્રતોમાં રાખેલી વિશાળ છૂટછાટને ટૂંકાવવી. અશનાદિ ચાર પ્રકારના આહારોમાંથી યથાશક્તિ ત્યાગ કરવો. ભોગસુખો અને સાંસારિક પરિસ્થિતિઓને ત્યજી દેવી અથવા તે સુખોની મમતા (ઇચ્છા) ત્યજી દેવી. વ્રતોમાં રાખેલી છુટોને પણ દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી ટૂંકાવી દેવી તે સંલેખના.
આ વ્રતના કાળે નીચેના પાંચ અતિચારો લગાડીશ નહિ, બારે વ્રતોની છૂટછાટને ટુંકાવવા રૂપ આ સંલેખના વ્રત એ જુદુ વ્રત નથી પરંતુ બારે વ્રતના સમૂહરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org