Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 72
________________ - - - - - - - - - - - - - - - - - - - ૭૧ ૧૮. ૧૭. M. C.ના સમયમાં રસોઇ કરવાનું કામ, સંતોને વહોરાવવાનું કામ, મંદિરે જવાનું અને દર્શન-પૂજનાદિનું કામ, પુસ્તકો વાંચવાનું કે સ્પર્શ કરવાનું કામ ઇત્યાદિ કરીશ નહિ. શાસ્ત્રની આજ્ઞાને બરાબર પાળીશ. જૈન તરીકે ન છાજે (ન શોભે) તેવાં કાર્યો જેમ કે કતલખાનાં કરવાં કે મત્સ્યોદ્યોગ કરવો. ઇત્યાદિ પાપધંધા કરીશ નહિ. ૧૯. પ્રતિવર્ષમાં ૧ તીર્થયાત્રા કરીશ. કુટુંબને કરાવીશ. ૨૦. હું મારા કુટુંબને શક્ય બની શકશે તેટલું ધર્મ-સંસ્કારોથી પરિચિત રાખીશ. ૨૧. કમાણીનો અમુક હિસ્સો પરોપકારના કાર્યોમાં વાપરીશ. દિવસમાં ઘરનાં કામકાજ અને ધંધાના કામકાજ કરતાં બાકી બચતા સમયમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીશ. ૨૩. સંઘ અને સમાજના કાર્યોમાં સાથ-સહકાર આપીશ. વિરોધ અને વાંધા-વચકા નાંખીશ નહિ. ખોટું કરનારને સમજાવીશ. ૨૪. આડોશ-પાડોશની સાથે અને પરિચિત વ્યક્તિઓ સાથે પ્રેમપૂર્વક વર્તન કરીશ. ક્લેશ અને કડવાશ કરીશ નહિ. ૨૫. ઉપરોક્ત નિયમોવાળી આ મારી બુક દરરોજ એકવાર અવશ્ય વાંચીશ. ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98