________________
૬૦ )
૧. આ વ્રતમાં ફોન લઇશ નહિ અને ફોન કરીશ નહિ. ૨. આ વ્રતમાં ટપાલ બહાર મોકલશ નહિ અને બહારથી
આવેલ ટપાલ વાંચીશ નહિ તથા છાપાં વાંચીશ નહિ. ૩. કોમ્યુટર દ્વારા દેશ-વિદેશના સમાચારો આ વ્રત કાલે
લઈશ નહિ, કોમ્યુટર ચલાવીશ નહિ.' ૪. વ્રત કાળે તેને બરાબર પાળવા માટે એકાસણાનું તપ,
બે (સવાર-સાંજ) પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરીશ. ૫. આ વ્રતના દિવસે નિરંતર સ્વાધ્યાય કરીશ, ગાથાઓ
ગોખીશ, અધ્યાત્મના ગ્રંથો વાંચીશ અને વૈરાગ્યવર્ધક
તત્ત્વચિંતન અને અનિત્યાદિ ભાવનાઓ ભાવીશ. ૬. ઘરના સભ્યો સાથે પણ ધર્મચર્ચા વિના બીજો કોઈપણ
વાર્તાલાપ તે દિવસે કરીશ નહિ.
આ વ્રત પાળવામાં નીચેના પાંચ અતિચારો (દોષો) હું લગાડીશ નહિ.
આનયનપ્રયોગ : નિયમિતપણે ધારેલા ક્ષેત્રના પ્રમાણના
બહારની ભૂમિથી અંદર કંઈ મંગાવવું તે. ૨. પ્રેધ્યપ્રયોગ : ધારેલા ક્ષેત્રના પ્રમાણની અંદરથી કોઈ
પણ વસ્તુ ક્ષેત્ર પ્રમાણથી બહાર મોકલવી તે. ૩." શબ્દાનુપાત : ખોંખારો, ઉધરસ, છીંક, ખાઈને અથવા
તાળી આદિ પાડીને શબ્દ કરવા દ્વારા ધારેલી ભૂમિથી બહાર ઉભેલી વ્યક્તિનું ધ્યાન પોતાના તરફ દોરવું. અંદર બોલાવવો તે.
૧. આના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org