________________
૧૦. દેશાવગાસિક વ્રત
(બીજું શિક્ષાવ્રત)
તેશ = ક્ષેત્રનું, વાસ = માપ ધારવું, ક્ષેત્રના માપની ધારણાને દેશાવગાસિક કહેવાય.
આખા વર્ષમાં દેશાવગાસિક વ્રત કરીશ. હું જે દિવસે દેશાવગાસિક વ્રત કરું તે દિવસે દેરાસર અને ઉપાશ્રયે જવાના કાર્ય વિના ઘરની બહાર ક્યાંય જવું નહિ. દુનિયાથી દૂર થઈ જવું, સ્વાધ્યાયમાં અને આત્મ તત્ત્વના ચિંતનમાં લીન થઈ જવું. બહાર જવાની ભૂમિ સંક્ષેપવી, હરવા-ફરવા માટેનું ક્ષેત્ર અત્યન્ત સંક્ષેપવું, તે દેશાવગાસિક વ્રત કહેવાય છે. ઘણા લોકો બે પ્રતિક્રમણ અને આઠ સામાયિકને દેશાવગાસિક કહે છે. પરંતુ તે બરાબર નથી. “દુનિયાથી અલિપ્ત થવા માટે શ=દિશાને-ક્ષેત્રને, વાસિવ =માપ ધારીને ટુંકાવવું એ જ સાચું વ્રત છે.” તેના પાંચ અતિચારો પણ આ અર્થને અનુસારે છે. ફક્ત સ્વીકારેલા ઉપરોક્ત વ્રતને (દિશાના નિયમને) પાળવા માટે તેના ઉપાયરૂપે બે પ્રતિક્રમણ, આઠ સામાયિક અને એકાસણાનું તપ કરવાનું છે. દિશાનો સંક્ષેપ ધારવો તે વ્રત અને સામાયિક પ્રતિક્રમણ કરવાં તે આ વ્રત પાળવાના ઉપાયો છે.
આ દેશાવગાસિક વ્રત પાળતાં હું નીચેના નિયમો પાળીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org