Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 58
________________ પ૭ ૫. ઇલેક્ટ્રોનીક ઘડીયાળ સામાયિક કાળે પહેરીશ નહીં કે અડકીશ નહિ. શરીર ઉપર ઘણો શણગાર કે ઘણા દાગીના પહેરીશ નહિ. ૭. સામાયિકમાં સમતાભાવ બરાબર રાખી સ્વાધ્યાય કરીશ અથવા સ્વાધ્યાય સાંભળીશ. પરંતુ નીચે મુજબના મનના-૧૦, વચનના-૧૦ અને કાયાના -૧૨ દોષો હું સેવીશ નહિ તથા પાંચ અતિચારો લગાડીશ નહિ.. મનના દશ દોષી : ૧. શત્રુને જોઇને તેના ઉપર દ્વેષ કરવો. ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્ત્વનો વિચાર ન કરવો. ૪. મનમાં ઉદ્વેગ ધરવો. ૫. યશની ઇચ્છા કરવી. ૬. વિનય ન કરવો. ૭. ભય ચિંતવવો. ૮. વ્યાપાર ચિંતવવો. ૯ ફળની શંકા કરવી. ૧૦. નિયાણું કરવું. આ મનના ૧૦ દોષો જાણવા. વચનના દશ દોષો ઃ ૧. હલકાં વચનો બોલવાં, ૨. હુંકારા કરવા, ૩. પાપવાનાં કાર્યો કરવાનો આદેશ આપવો, ૪. લવારો કરવો, ૫. કજીયો કરવો, ૬. “કેમ છો ? મઝામાં છો ને” આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી. ૭. ગાળ દેવી. ૮. બાળક રમાડવું, ૯. વિકથા કરવી, ૧૦. હાંસી કરવી. (મશ્કરી કરવી.) આ વચનના ૧૦ દોષી જાણવા. - કાયાના બાર દોષો : ૧. આસન વારંવાર ફેરવવું, ૨. ચોતરફ જોયા કરવું, ૩. સાવદ્ય (પાપવાળું) કાર્ય કરવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98