________________
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
શૂન=મોટુ-મોટુ, પૃષાવા=જૂઠુ બોલવાનો, વિરમ–ત્યાગ એવું વ્રત નિયમ.
જે જૂઠું બોલવાથી હું જૂઠ્ઠાબોલો કહેવાઉં, લોકો વિશ્વાસ ન કરે, ઇજ્જત-આબરૂ નાશ પામે, ફોજદારી ગુન્હો લાગુ પડે એવું મોટું) જૂવું બોલીશ નહિ. આ બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવાય છે.
ધંધાકીય સામાન્ય જૂઠુ, આનંદ-પ્રમોદમાં સામાન્ય જૂઠુ, લેવડ-દેવડમાં, માયા-કપટાદિ દોષોની અપેક્ષા વિના વ્યવહારથી નિર્દોષ લાગતું એવું જૂઠુ બોલાઈ જાય તો તેની જયણા. આ વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ અવશ્ય પાળવા. જે પાળી શકાય તેમ હોય ત્યાં 4 અને ન પાળી શકાય તેમ હોય ત્યાં | આવી નિશાની કરવી. ૧. ઘર-જમીન, દુકાન, સ્થાવર મિલ્કત, સોનું, રૂપુ, હીરા
આદિ ઝવેરાત, સંબંધી લેવડ-દેવડ અને સંગ્રહ આદિમાં
જૂઠું બોલીશ નહિ. ૨. વકીલાતનો ધંધો કરીશ નહિ. કોર્ટોમાં ખોટી સાક્ષી
ભરીશ નહિ. દસ્તાવેજ આદિ ખોટા કાગળો લખીશ નહિ. કોઈને ખોટી શિખામણ આપીશ નહિ. ખોટા
લેખ લખીશ નહિ. ખોટા કેસ કરીશ નહિ. ૩. લગ્ન જોડવામાં ઉંમર-અભ્યાસ આદિ સંબંધી જૂઠું બોલીશ
નહિ. કોઇને પણ વિશ્વાસઘાત કરીશ નહિ. કોઇએ મહારે ત્યાં જમા મૂકેલી થાપણ ઓળવીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org