________________
૮. અનર્થદંડ વિરમણ વ્રત
(ત્રીજું ગુણવ્રત) ૩નર્થ=બીનજરૂરી, આવશ્યક્તા વિનાનું. ઇ૬= પાપ, તેનું વિરમ–ત્યાગ.
જીવન જીવવામાં જે જે પાપો બિનજરૂરી છે. એટલે કે જે જે પાપો કરવાં આવશ્યક નથી. ન કરીએ તો પણ ચાલે તેમ છે. આનંદ ચમન, માન અને મોભા માટે જ જે પાપો કરાય છે તેવાં પાપોને અનર્થદંડ કહેવાય છે. તેવાં બિનજરૂરી પાપોથી અટકવું તેનો ત્યાગ કરવો અથવા પ્રમાણ કરવું તેને અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. આ વ્રત નીચેના નિયમોથી હું જીવનભર પાળીશ. ૧. આપઘાત, ખૂન અને સેક્સી વિચારો હું કરીશ નહીં
અને તે પાપો કરવાના વિચારો આવશે તો સાચા
હિતોપદેશકનું શરણું લઈશ. ૨. હું છૂટાછેડા લઇશ નહીં. આપીશ નહિ-અપાવીશ નહિ, " આપવાની સલાહ આપીશ નહિ. તથા પુનર્લગ્નની પણ
સલાહ આપીશ નહીં. લવમેરેજ, કોર્ટ લગ્ન, કુટુંબ નિયોજન તથા તેના સાધનોનો ક્યુયોગ કરીશ નહિકરાવીશ નહિ અને તેમ કરવાની કોઈને સલાહ આપીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org