________________
૧૭. મ્યુઝીયમ જોવા જવું, કુકડાનું યુદ્ધ, મલ્લયુદ્ધ અને
ઘોડાના રેસ જોવા જવું ઇત્યાદિ કાર્યો કરીશ નહિ. ન તથા તેની શરતો લગાવીશ નહિ. ૧૮. પર્વતિથિ, બે નવપદની ઓળી, પર્યુષણ પર્વ, ત્રણ છે. ચોમાસીની અટ્ટાઇ ઇત્યાદિ મોટા દિવસમાં દળવાનું,
ખાંડવાનું, પીસવાનું કે કપડાં ધોવાનું, સાબુથી સ્નાન
કરવાનું ઇત્યાદિ કાર્યો કરીશ નહિ. ૧૯. શ્રાપ આપવાનું, હિંચોળે હિંચવાનું કાર્ય કરીશ નહિ. ૨૦. કોઈની પણ ખ્યાતિ સાંભળી અદેખાઈ કરીશ નહિ.
માટી, મીઠું અનાજ વિગેરે ઉપર પ્રયોજન વિના ચાલીશ
નહિ. તેના ઉપર બેસીશ નહિ. ૨૧. જેના ઉપર રાગ હોય તેની આબાદી-ચડતી-ઋદ્ધિ
ઇચ્છવાનું અને જેના ઉપર દ્વેષ હોય તેના મૃત્યુની, પડતીની અને નુકશાન થવાની ઇચ્છાઓ કરીશ નહિ.
ઉપરના નિયમો યથાશક્તિ પાળવા પૂર્વક આ આઠમું વ્રત હું પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો)લગાડીશ
નહિ.
(૧) કંદર્પ : કામવાસના ઉત્તેજક વચનો બોલવાં, વાસનાવાળી
વાણી બોલવી તથા મશ્કરી કરવી. કૌમુશ્ય : કામવાસના ઉત્તેજક આંખના મુખના અને શરીરના હાવભાવ કરવા. આંખ મેળવવી. ચુંબન કરવું, વાસના વર્ધક અંગો જોવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org