Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 50
________________ ૪૯ ૯. કેશવેપાર : ઘેટાં, બકરાં, વિગેરેના વાળનો (ઉનનો) વેપાર, મોર, પોપટ વિગેરેના પીંછાનો વેપાર કરવો તે. ૧૦. વિષવેપાર : અફીણ, સોમલ, બીડી, તમાકુ, સીગારેટ, દારૂ વિગેરેના વેપાર કરવા તે. ૧૧. યંત્રપાલનકર્મ ઘંટી, ચરખા, ઘાણી અને મીલ ચલાવવી. ૧૨. નિલીંછનકર્મ : ઊંટ, બળદ, છોકરા, છોકરી વિગેરેનાં નાક-કાન વિંધવાં. તથા અંગચ્છેદ કરવો તે. ૧૩. દવદાનકર્મ : જંગલ, ઘર બાળવું, કચરો ભેગો કરી સળગાવવો ઘાસ કે વનસ્પતિ સળગાવવી. ૧૪. સરદ્રતતડાગશોષ : સરોવર, કહ, તળાવ, કૂવા શોષવા, સુકવવા, ખાલી કરવા, એકનું પાણી બીજામાં નાખવું વિગેરે. ૧૫. અસતીપોષણ કૂતરાં, બીલાડાં, વિગેરે હિંસક પ્રાણીઓને પાળવાં તથા દુરાચારી જીવનું પોષણ કરવું તે. ઉપર કહેલાં ૩૨ અનંતકાય હું કાયમ માટે ત્યજી દઉં છું. ૨૨ અભક્ષ્ય પણ ત્યજું છું. અથવા ૧-૨-૩ અભક્ષ્ય વિના શેષને ત્યજી દઉં છું. દરરોજ સવારે અને સાંજે ચૌદ નિયમો ધારીશ. અને આ પંદર કર્માદાનોના વેપારીને છોડી દઈશ. જો આ પન્નરમાંના કોઈ એકાદ વેપાર વિના મારી આજીવિકા ચાલે તેમ નહીં હોય તો તેની જયણા. આવા નિયમવાળું આ સાતમું વ્રત હું પાળીશ. તથા નીચેના પાંચ અતિચારો (દોષ) નહીં લગાડું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98