________________
૪૪ E ૨૧. કારતક ચાતુર્માસ : કારતક સુદ ૧૪ પછી એક માસથી
અધિક કાળની મીઠાઈ, લોટ, ખાખરા વિગેરે. ૨૨. ફાગણ ચાતુર્માસ : ફાગણ સુદ ૧૪ પછી વીસ દિવસથી
અધિક કાળની મીઠાઈ લોટ, ખાખરા વિગેરે તથા કાજુદ્રાક્ષાદિ મેવા વિગેરે. આ બાવીસ પદાર્થો અભક્ષ્ય (ખાવાને માટે અયોગ્ય જાણવા)
૩૨ અનંતકાય ૧. આદુ, ૨. બટાટા, ૩. કાંદા, ૪. લસણ, ૫. ગાજર, ૬. સૂરણ, ૭. સક્કરીયાં, ૮. રતાળુ, ૯. પીંડાળુ, ૧૦. મૂળકંદ, ૧૧. વજકંદ, ૧૨. હીરલીકંદ, ૧૩. ખીરસુઆ કંદ, ૧૪. ખીલોડા, ૧૫. લોઢી, ૧૬. ગરમર, ૧૭. થેગ, ૧૮. લીલો કચરો, લીલી હળદર, લીલી મોથ, લીલી ગળો, ૧૯. લુણીની છાલ, ૨૦. લુણીવાંસ, ૨૧. કારેલી, ૨૨. કુણી આંબલી, ૨૩. કુમારપાઠાં, ૨૪. થોરની જાતિ, ૨૫. શતાવરી, ૨૬. ભૂમિફોડા, ૨૭. વત્થલાભાજી, ૨૮. પાલકભાજી, ૨૯. મુઅરવલ, ૩૦. સેવાલ, ૩૧. કુણી વનસ્પતિ, કુણા અંકુરા અને કુણાં ફળો તથા ૩૨. કિસલય (કુપળો) વિગેરે વસ્તુઓ અનંતકાય છે.
અનંતા જીવો એક શરીરમાં જ્યાં રહે તે અનંતકાય. (આ અનંતકાયને કંદમૂળ અને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. તે જીવનભર ત્યજી દેવા જોઈએ, તથા અનંત જીવો જ્યાં નથી પરંતુ ઘણા જીવોની હિંસા હોવાથી તામસી પરિણતિ થતી હોવાથી અને આરોગ્યને નુકશાનકારક હોવાથી ખાવાને માટે જે અયોગ્ય છે તે અભક્ષ્ય.) શક્ય હોય ત્યાં સુધી સર્વે અભક્ષ્ય પણ ત્યજી દેવાં જોઇએ.
Jạin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org