________________
૨૪
૧૨.
૧૦. ફ્રીઝનું, બરફવાળું અને અળગણ પાણી વાપરીશ નહિ.
અળગણ પાણીથી સ્નાન કરીશ નહિ. ફૂવારાથી સ્નાન કરીશ નહિ. ડોલમાં પરિમિત પાણી લઇને સ્નાન કરીશ. પાણી પીને એંઠો ગ્લાસ માટલામાં નાખીશ નહિ. ગ્લાસ
કપડાથી લુછીશ. ૧૧. નદી-તળાવ-કુવા-સરોવર અને સમુદ્ર જેવા અતિશય
પાણી (બહોળા પાણી)વાળા સ્થાનોમાં સ્નાન કરીશ નહિ. તેમાં કપડાં ધોઇશ નહિ. પરંતુ પરિમિત અને ગળેલા પાણીથી કપડાં ધોઇશ અને ધોવડાવીશ. પાંચ તિથિએ અને પર્વતિથિએ કપડાં ધોઇશ નહિ. ભોજન-પાણીનાં, દૂધ-દહીં-ઘી-તેલનાં વાસણો ઉઘાડાં રાખીશ નહિ. એક થાળીમાં કોઈની સાથે જમીશ નહિ.
એઠું મૂકીશ નહિ અને થાળી ધોઇને પી જઇશ. ૧૩. શક્ય હશે તો દરરોજ અથવા પ/૧૦/૧૨ તિથિએ
અથવા પર્યુષણ, ઓળી જેવા પર્વદિવસોમાં અને તીર્થ
સ્થાનોમાં ઉકાળેલું પાણી પીઇશ. ૧૪. જરૂરિયાત વિના પાણીના નળ ખુલ્લા રાખીશ નહિ.
અપૂકાયની હિંસા થાય છે એમ સમજી ઘીની જેમ તેનો ઉપયોગ કરીશ. પાણી ઉપર કે લીલકુલ ઉપર ચાલીશ નહિ. શક્ય બનશે તો જંગલમાં (ખુલ્લી
જગ્યામાં) ટોયલેટ કરીશ. ૧૫. ઘરમાં ઠંડીથી બચવા તાપણું કે હીટરનો ઉપયોગ કરીશ
નહિ. (પરંતુ ઠંડીને રોકવા વધારે કપડાં પહેરીશ અને ઓઢીશ) તથા ગરમીથી બચવા પંખો કે એરકંડીશન વાપરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org