________________
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
ધૂન = મોટી-મોટી, પ્રાણાતિપાત = હિંસાનો, વિરમણ = ત્યાગ એવું વ્રત = નિયમ.
- કોઇપણ જાતના અનિવાર્ય પ્રયોજન વિના નિરપરાધી એવા હાલતા ચાલતા (ત્રણ) જીવોને મહારે, જાણી બૂઝીને મારવા નહિ, હણવા નહિ, આવો જે જીવનભરનો નિયમ તે પહેલું વ્રત કહેવાય છે.
ઘર બંધાવવું, પાયો ખોદાવવો, ખેતી કરતા હોઈએ તો ખેતર ખેડવું, ઇત્યાદિ અનિવાર્ય કાર્ય કરવામાં થતી હિંસાની જયણા (છુટ)
કોઈ નોકરે, ઘરના કોઈ સભ્ય કે દુકાનની કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય વિગેરે અપરાધ (ગુનો) કર્યો હોય તો તેવા દોષથી તેને બચાવવા માટે ઠપકો આપવો પડે અથવા અલ્પ તાડન કરવું પડે તેની જયણા.
સંસારનું રોજીંદુ કાર્ય કરવામાં પૃથ્વીકાય-અપકાય વિગેરે પાંચ પ્રકારના સ્થાવર જીવો હણાઈ જાય છે તેની જયણા. છતાં શક્ય હોય તેટલી હિંસામાં અલ્પતા કરવી.
આ વ્રત પાળવામાં નીચેના નિયમો ધ્યાનમાં રાખવા. જે પાળી શકાય ત્યાં | નિશાની કરવી. ન જ પાળી શકાય ત્યાં Sિી ચોકડી કરવી. ૧. પશુ-પક્ષી-મનુષ્યની હત્યા ખૂન) કરીશ નહિ, તેઓને
ચપ્પ, લાકડી, પત્થર, વેલણ આદિથી મારીશ નહિ, નોકર-ચાકરને પણ મારીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org