________________
૨૦
ચોથો મિથ્યાર્દષ્ટિની ગુણસ્તુતિ નામનો દોષ. તેમ કરવાથી તેના પક્ષને ટેકો મળે. તે જીવ મિથ્યાત્વમાં વધારે દૃઢ થાય.
(૫) મિથ્યાર્દષ્ટિનો પરિચય : અન્ય ધર્મીઓના પાડોશમાં વસવું, તેઓનો વધારે પરિચય કરવો, તેઓની સાથે મિત્રતા કરવી, તેઓની સાથે બેસવું, ઉઠવું. વિગેરે મિથ્યાર્દષ્ટિ પરિચય નામનો પાંચમો દોષ. આવો દોષ સેવવાથી આવેલું સમ્યક્ત્વ ચાલ્યું જાય.
આ પાંચ દોષો ત્યજી દેવા. સેવવા નહિ. અને નીચે લખેલાં પાંચ લક્ષણો (પાંચ ગુણો) અવશ્ય આદરવા.
સમ્યક્ત્વના પાંચ ગુણો
૧. ક્રોધ અને માનાદિના ગમે તેવા પ્રસંગો આવે તો પણ તેને દબાવીને સમતાભાવ (સ્થિરતાભાવ) રાખવો તે પ્રશમગુણ. (૨) મોક્ષમાં દુઃખ વિનાનું, આત્માના ગુણોની રમણતાનું સહજ સુખ છે. એમ સમજી તેની અતિશય ઇચ્છા કરવી તે સંવેગગુણ.
(૩) સંસાર એ દુઃખોની ખાણ જ છે. એમ સમજી તેમાંથી નીકળવાની તીવ્ર ઇચ્છાપૂર્વક બંધનોથી અને કષાયોથી ભરેલાં એવાં સંસારનાં સુખો ઉપર તિરસ્કારનો ભાવ, કંટાળો, ઉદ્વેગ, ક્યારે છૂટું તેવી ઇચ્છા તે નિર્વેદગુણ.
(૪) દુ:ખી, દીન, દરિદ્રી અને રોગપીડિત આદિ જીવો પ્રત્યે તેનાં દુ:ખો દૂર કરવાની ઇચ્છા કરવી અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org