Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
-
૨૯ ૩. હું કોઈના પણ ઘરમાં તેનાં તાળાં તોડવાં, તિજોરી
તોડવી-ખોલવી, કોઈપણ વસ્તુઓ ઉઠાવવી આવાં
ચોરીનાં કામો કરીશ નહિ. ૪. ખોટાં તોલ-માપ રાખીશ નહિ. માલ લેવા માટે | તોલમાપ અધિક વજનનાં અને માલ આપવા માટેનાં
- તોલમાપ ઓછા વજનનાં એમ ખોટું કરીશ નહિ. ૫. કોઇપણ માલમાં ભેળસેળ કરીશ નહિ. સારો માલ
દેખાડી ખોટો માલ આપીશ નહિ તથા ઉપર સારો અને નીચે (અંદર) ખોટો માલ એમ મિશ્ર કરીને આપીશ નહિ. હું કોઈની જમા થાપણની ચોરી કરીશ નહિ તથા દાણચોરી કરીશ નહિ. રાજ્યના કાયદાઓનું ઉલ્લંઘન
કરીશ નહિ. ૭. હું પોતે લાંચ-રૂશ્વત લઇશ નહિ તથા શક્ય હશે ત્યાં - સુધી લાંચ આપીશ પણ નહિ. ૮. રસ્તામાં પડેલી વસ્તુ પણ લઇશ નહિ. ૯. ટિકીટ વિના ટ્રેન-બસ વિગેરેની મુસાફરી કરીશ નહિ. ૧૦. પેન-પેન્સિલ, રબ્બર, ફુટપટ્ટી, કંપાસ, નોટબુક, ચંપલ,
સ્લીપર, સેંડલ કે ટોપી જેવી સામાન્ય વસ્તુઓ પણ માલિકની સમ્મતિ વિના લઈશ નહિ. અને સાથે ભણતા કે ફરતા હોઈએ તેવા માણસોની પણ કોઈ વસ્તુ
પ્રયોજનવશ લઉં તો પણ ચોરીની બુદ્ધિપૂર્વક લઇશ નહિ. ૧૧. સરકારી ખાતાની ટેક્ષ વિગેરેની ચોરી કરીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98