Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 20
________________ . ૧૯ સમ્યકત્વમાં ન સેવવા જેવા પાંચ દોષો (૧) શંકા - તીર્થંકર પરમાત્માનાં વચનોમાં કોઈપણ જાતનો સંદેહ કરવો તે શંકા નામનો દોષ. ભણવા માટે, વધારે સૂક્ષ્મ તત્ત્વ જાણવા માટે વિનયપૂર્વક ગુરુજીને પૂછવાની છૂટ. પરંતુ આમ તે કંઈ હોતું હશે ? આ બરાબર નથી. એવા અશ્રદ્ધાના ભાવે શંકા કરવી તે દોષ. (૨) આકાંક્ષા :- તીર્થંકર પરમાત્માના શાસન વિના બીજે સ્થળે મેલી વિદ્યા આદિના કારણે અથવા મંત્ર-તંત્રથી કોઈ ચમત્કારો દેખાય, અથવા ઉપર છલ્લુ કંઈપણ સારું દેખાય, તેથી તેમાં અંજાઈ જવું. તે મતની (ધર્મની) ઇચ્છા કરવી તે આકાંક્ષા દોષ. (૩) વિચિકિત્સા : જૈન ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહિ મળે ? એવો મનમાં સંદેહ કરવો તે તથા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનાં વસ્ત્ર-પાત્ર વગેરે મેલાં હોય, થુંક વિગેરેમાં જીવોત્પત્તિ ન થાય એટલા માટે કુંડી વિગેરે રાખતા હોય તે દેખીને તેમના ઉપર ધૃણા (તિરસ્કાર) કરવો ત વિચિકિત્સા દોષ. (૪) મિથ્યાદૃષ્ટિની ગુણસ્તુતિ : મિથ્યાદૃષ્ટિ આત્માઓમાં ૧ દાન, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. લોકસેવા, ૫. ત્યાગ-તપ ઈત્યાદિ ગુણો દેખાય તો પણ સભા સમક્ષ કે એવા પ્રકારના જાહેર સ્થાનોમાં તે ગુણોની પ્રશંસા કરવી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98