________________
૨૫
૧૬. ઉઠતા-બેસતાં અને ચાલતાં નીચે જોઈને જીવહિંસા ન
થાય તેમ કાર્યો કરીશ. બોલતાં વાઉકાયની હિંસા ન થાય માટે મુખ ઉપર મુહપત્તિ અથવા રૂમાલ રાખીશ.
ઉપર મુજબના યથાશક્તિ નિયમ પાળીશ તથા નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. બહુ જ વિવેકવાળું જીવન જીવીશ.
ا
ه
ه
ન સેવવા જેવા પ્રથમ વ્રતના પાંચ અતિચારો (દોષો) ૧. વધ : કોઇપણ જીવને હણવો-મારવી. ૨. બંધ : સાંકળ, દોરી અને પાંજરા આદિથી કોઈપણ
જીવને બંધનમાં રાખવો. છવિચ્છેદ : કાન-નાક વિંધવાં, ચામડીનો છેદ કરવો, ડામ દેવા વિગેરે. અતિભારારોપણ : બળદ, પાડા, ઊંટ વિગેરે પશુઓ અને મજૂરી કરતા મનુષ્યો સુખે સુખે જેટલું ઉંચકી શકે તેનાથી વધારે ભાર તેના ઉપર મૂકવો. બુદ્ધિજીવી
માણસો પાસે નિયત કરેલા કામથી વધારે કામ લેવું. ૫. ભક્તપાનવ્યુચ્છેદ : નોકર-ચાકર અથવા આપણા
આશ્રિત જીવોને ભોજન-પાણીનો વિરહ કરવો. સમયસર ભોજન ન આપવું.
આવા પ્રકારના પાંચ અતિચારો (દોષ) વિના અને ઉપરોક્ત ૧૬ નિયમો યથાશક્તિ પાળવાપૂર્વક પૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલું વ્રત હું પાળીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org