________________
= = ૧૦ શું કવાની, લઘુનીતિ –વડીનીતિ કરવાની વિગેરે
આશાતનાઓ કરીશ નહીં. ૭. વર્ષમાં સ્નાત્રપૂજા અવશ્ય ભણાવીશ અને એકાદ .
વખત પંચકલ્યાણકાદિની મોટી પૂજા પણ ભણાવીશ. અવસરે ગામના બધા જ દેરાસરોની ચૈત્યપરિપાટી કરીશ તથા અવસરે ત્રિગડું અને ભંડાર જેવી મોટી વસ્તુ મૂકવાનો લાભ લઇશ. પરમાત્મા પ્રત્યે અને મંદિર પ્રત્યે પ્રેમ રાખી તેની સુરક્ષાનું પણ જરૂર ધ્યાન રાખીશ. વર્ષમાં શત્રુંજય-ગિરનાર-શંખેશ્વર-સમેતશિખર આબુ આદિ જેવાં તીર્થોમાંથી..........તીર્થોની યાત્રા કરીશ. તે તીર્થોની યાત્રા કરતાં પર્વત ઉપર ચડતાં-ઉતરતાં બૂટ-ચંપલાદિ પહેરીશ નહીં. થુંકીશ નહીં. ઝાડો-પેશાબ કરીશ નહીં. રેડીયો, ટેપ વિગેરે રાખીશ નહીં. અર્થાત્ તીર્થની આશાતના થાય તેવું અનુચિત કાર્ય કરીશ
નહીં. ' ૧૦. જીવનમાં એકાદ વખત છ'રી પાલિત સંઘમાં જઇશ.
જો આર્થિક સંજોગો સારા હશે તો છ'રિ પાલિત સંઘ
કાઢીશ. સમ્યક્તવ્રતની ભાવના વધે તેમ વર્તીશ. ૧૧. તીર્થસ્થાનમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન કે અનંતકાય
ભોજન કરીશ નહિ. હૉટલનો ઉપયોગ પ્રાયઃ કરીશ
નહિ. શત્રુંજય પર્વત ઉપર દહીં વિગેરે ખાઇશ નહીં. ૧. બાથરૂમ જવું, ૨. ટોયલેટ જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org