Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 13
________________ સંસારની મમતા ઉતરી જાય, કષાયો ઘટી જાય, સાધુપણું મળે તે માટે આ તપ કરો છો ? આ ભાવના ન જન્મી હોય, તો તે પેદા કરવા આ તપ કરો છો ? સાધુપણું ક્યારે આવે ? મળેલા સઘળાં ય સુખોને લાત મારવાનું મન થાય અને પાપના યોગે આવતાં દુઃખોને સારી રીતે સહન કરવાનું (વેઠવાનું) મન થાય ત્યારે આવે. પુણ્યથી મળેલ સામગ્રી રાખી સાધુ થઇ શકાય નહિ. સાધુને ઘર-પેઢી, જમીન-જાગીર હોય નહિ, કોઇની પાસે રખાવેલી પણ ન હોય અને જે કોઇ રાખતા હોય તે સારા છે તેમ તેના હૈયાના ખૂણામાં પણ ન હોય. આમ મનમાં થાય તો પણ સાધુપણું દૂષિત (ખંડિત) થાય. આવી સુંદર ભાવનાથી તપ કરનાર જીવ બ્રહ્મચર્યનું પાલન કરે, શક્તિ મુજબ શ્રી જિનની ભક્તિ કરતો હોય, કષાયોનો સંહાર કરતો હોય તો તેને તપ કરતાંય આનંદ આવે. તેને થાય કે ભગવાનની આજ્ઞા અપૂર્વ કોટિનો છે મને આ દુઃખમય સંસારમાં પણ સુખી બનાવી દીધો. ભગવાન માવે છે કે, જે જીવ ધર્મ કરે તે ચક્રવર્તી કરતાં ય સુખી હોય. ભગવાનની આજ્ઞા મુજબ દાન કરનારને શ્રીમંત દુ:ખી લાગે, શીલ પાળનારને દેવતા જેવા ભોગી પણ દુઃખી લાગે, તપ કરનારને ખાવા-પીવાદિની મોજમજામાં પડેલા લોકો દુઃખી લાગે. આ રીતે જેને ભગવાનની આજ્ઞા ગમે નહિ, આજ્ઞા પર પ્રેમ થાય નહિ તેને સાનુબન્ધ જિનાજ્ઞા આવે નહિ. હું સંસારમાં રહું ત્યાં સુધી મારા હૈયામાંથી ભગવાનની આજ્ઞા નીકળે નહિ એવો આત્મા સાનુબન્ધ જિનાજ્ઞા પામે. આજના દાતારોને લક્ષ્મી ભૂંડી લાગી હોત તો શ્રીમંતો કલ્પતરુ બની જાત ! પછી તો આવા શ્રીમંતો જ્યાં રહેતા હોય ત્યાં કોઇ ભૂખે સૂવત નહિ. આવા શ્રીમંતોની લક્ષ્મી જેના હાથમાં જાય તેની ય બુધ્ધિ સુધરી જાય. આજે દાન દેનારામાંથી લક્ષ્મીને ભૂંડી માનનારા હજારે પણ એક મળે તો ય રાજી થવાનું. એક કાળ એવો હતો કે દાન દેનારા મોટે ભાગે લક્ષ્યોને ભૂંડી માનનારા હતા, ક્યારે છૂટે તેવી માન્યતાવાળા હતા. અહીં મોટોભાગ આ તપ કરનારાઓને પારણા કરાવવા આવ્યો છે. તમને બધાને આ મારી વાત જચી જાય તો ય અહીં આવ્યા તે સફ્ળ થાય. દાન દેનારને લક્ષ્મી ભૂંડી લાગે, શીલ પાળનારને ભોગ ભૂંડા લાગે, તપ કરનારને પાંચે ઇન્દ્રિયોની ગુલામી ભયંકર લાગે, તેવો જીવ ભાવનાવાળો કહેવાય. તે જીવ આખા ભવને ભૂંડો માને. તેવા જીવને દેવલોકમાં બેસાડે તો, દેવલોક પણ જેલ લાગે. તમે બધા એમ માનતા થઇ જાવ કે આ ધર્મ જ્યાં સુધી પૂર્ણપણે ન થાય ત્યાં સુધી એ ધર્મથી બંધાયેલા પુણ્યના પ્રભાવે કહો કે- અમને સ્વર્ગ મળે તો ભલે મળે, પૈસા ટકાદિ મળે તો ભલે મળે પરન્તુ ધર્મના ફ્ળ તરીકે તો તે ચીજો નથી જ જોઇતી. આ વાત જે સમજે તે જિનાજ્ઞા સમજ્યો કહેવાય. જિનાજ્ઞાને સમજેલ ગરીબને જે આનંદ હશે, તેવો આનંદ શ્રી જિનાજ્ઞાને નહિ સમજેલ શ્રીમંતને ય નહિ હોય. તે ગરીબ મઝેથી સૂતો હશે અને શ્રીમંતને ત્યાં કાં ફોનનાં ભૂંગળા વાગતા હશે કાં તો તે આળોટતો હશે. સંતોષી ગરીબ જેટલો સુખી હશે તેટલો લોભી શ્રીમંત સુખી નથી. તમને લાગે છે કે પૈસામાં સુખ આપવાની શક્તિ નથી. પૈસો ભૂંડો લાગે ત્યારે જ ખરો આનંદ આવે. જૈન માત્રને થવું જોઇએ કે-અમારા પુણ્ય આગળ, દુનિયાનો મોટો ચમરબંધી કે અબજોપતિ પણ હેઠ છે ! તમને જૈનફ્ળ મળ્યાનો બહુ જ આનંદ ? તમને અબજોપતિ થવાનું મન પણ નથી થતું ને ? ભગવાને પૈસા જેની પાસે હોય તેને દાન દેવાનો ઉપદેશ આપ્યો છે. પૈસાથી બચવા માટે દાન Page 13 of 77

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77