Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 26
________________ સાધી મોક્ષે જાય છે. શ્રી જૈનશાસનનો પામેલો અને તેની યથાશક્તિ આરાધના કરનારો જીવ સાધુ હોય કે શ્રાવક હોય, પણ તે સાત-આઠ ભાવથી વધારે સંસારમાં રહેતો નથી. સાત આઠ ભવમાં જરૂર મોક્ષે ચાલ્યો જાય છે. તે બધો પ્રતાપ શુભ ધ્યાનનો છે. તે શુભ ધ્યાનની પ્રાપ્તિ માટે અનશન કરવાનું છે, ઉણોદરી કરવાની છે, રસત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયકલેશ અને સંલીનતા પણ એ શુભ ધ્યાન માટે જ કરવાના છે. જૈનશાસનને આ રીતે પામેલો જીવ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, અને કાયોત્સર્ગ એ અત્યંતર તપોની આરાધના પણ આ શુભ ધ્યાન માટે જ કરે ! આ રીતે શુભ ધ્યાનમાં રહેલ તે જીવ એવી નિર્જરા સાધે છે કે તે સંસારમાં રહ્યો હોય તે ય કર્મ યોગે જ. બાકી તે સંસારના મહેમાન જેવો હોય ! આવી દશા પામવા માટે તેને ખાવા-પીવાનું મળ્યું હોવા છતાં, ઉપભોગ-પરિભોગની સુખસામગ્રી મળી હોવા છતાં અનશનાદિ બાર પ્રકારનો તપ સુંદર રીતે આરાધે છે. આ અનાદિથી વળગેલો સંસાર ક્યારે છૂટી જાય અને મોક્ષ ક્યારે મળે તે સિવાય તેનો બીજો કોઇ હેતુ હોતા નથી. જેમ દુનિયામાં પણ વેપારીને વેપારના વિચાર સદા ચાલુ હોય છે, કામીને કામના વિચારો, અર્થીને અર્થપ્રાપ્તિના વિચારો સતત ચાલુ હોય છે તેમ જ્ઞાની પુરૂષો માવે છે કે જેને ભગવાનનું શાસન મળી ગયું છે, ભગવાનનું અનુપમ શાસન હૈયામાં પરિણામ પામી ગયું છે તેને આ સંસાર વધારવાનો, સંસારને ખીલવવાનો, સંસારમાં રહીને મોજમજા કરવાનો કે સુખ ભોગવવાનો વિચાર હોય જ નહિ. તેને તો આ સંસારથી ક્યારે છૂટકારો પામું, ક્યારે મુક્તિને પામું એ જ વિચાર હોય છે. આ રીતે તપ કરનાર આત્માઓ, તપધર્મની સાચા ભાવે અનુમોદના કરનારા આત્માઓ આ ભાવનામાં સદા માટે રમતા થઇ જાય અને એ ભાવનાના બળે ભગવાનના શાસનની યથાશક્તિ સંદરમાં સુંદર રીતિએ આરાધના કરનાર થઇ જાય તો તે બધા જીવોનું અવશ્ય આત્મકલ્યાણ થયા વિના રહે નહિ. તમો સૌ આ સંસાર સાગરથી છૂટી, વહેલામાં વહેલા મુક્તિ સુખના ભોક્તા બનો એજ એક શુભાભિલાષા. Page 26 of 77

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77