Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 39
________________ [૨૦૩૪, ભાદરવા સુદ-૪ ને બુધવાર, તા. ૬-૮-૭૮.] જે જે ભાગ્યશાલીઓએ અઠ્ઠમ-અઠ્ઠાઇ કે તેથી અધિક તપ કર્યો છે અને આવો તપ કરવાની શક્તિવાળા જીવો ઘણા ભાગ્યશાળી છે. આવું પર્વ પામીને શક્તિ અનુસાર જે જીવો તપ કરે છે તે ધન્યવાદને પાત્ર છે. આવા જીવોની ભક્તિ કરવાનો પણ શાસ્ત્ર ઉપદેશ આપ્યો છે. શ્રી પર્યુષણા મહાપર્વમાં આવો તપ કરી શકનારના જીવનમાં હવે રાત્રિભોજન-અભક્ષ્યભક્ષણ બંધ થઇ જવાનું ? નવકારશી અને ચોવિહાર શરૂ થવાના ? આવો તપ કરનારા જો - રાતે ખાવામાં, અભક્ષ્યભક્ષણમાં વાંધો નહિ, નવકારશીની શી જરૂર છે એમ જ માનતા હોય તો તો તેનો એક જ અર્થ છે કે – તેને ભગવાનનું શાસન સમજાયું નથી. સંસાર પરથી ઉદ્વેગ જાગ્યો નથી, મોક્ષની ઇચ્છા થઇ નથી. તમે સૌ આવું સુંદર ભગવાનનું શાસન પામ્યા છો, આવી તપ કરવાની શક્તિ મળી છે, તો તે બધા - એકવાર પણ મળે તો ય ચાલે આવો નિર્ણય કરે તો તપનો મહિમા જગતમાં ગાજે, વર્તમાનમાં તપ કરનારની નિંદા કરવામાં આવે છે. તેમને ખોટા પાડવા ભારે પડે છે. લોક કહે છે કે“શેના તપસ્વી ! રાતે ખાય છે. અભક્ષ્ય ખાય છે. ખાવા-પીવામાં ય વિવેક નથી.' આમ બોલવાની તક ન આવે, તેમ તપ કરનારા સમજી જાય અને શાસન હૈયામાં ઊતારે તોય તપ દીપી ઊઠે. આપણે ત્યાં આજ્ઞા જ પ્રધાન છે. આપણે આજ્ઞા મુજબ ચાલવું છે. કોઇ ભૂલ બતાવે તો સુધારવી છે. પણ કોઇ ભૂલ કરાવવા માગે તો કદિ કરવી નથી. તપ કરવાની શક્તિવાળા તપ પોતે જીવનમાં ઉતારે, પોતાના સાથી-સંબંધીમાં પણ આવી. શક્તિ હોય તો તેમને ય તપ કરવા પ્રેરે. પછી તેમને રાત્રિભોજન અને અભક્ષ્યભક્ષણ વગર ન જ ચાલે તેમ બને ? તેને પછી બરઆઇસ્ક્રીમના શોખ શા ? જે-તે જોવાના શોખ શા ? ભગવાનનો ધર્મ જાણે અને આચરે તેનો વ્યવહાર કેવો મજેનો હોય ? કોઇ દોષ ન હોય એવું આચરણ થાય તો. જ ભગવાનનું શાસન દીપે. સાધુ-સાધ્વીને કલેશ વગેરે થાય નહિ. ઊંચા સ્વરે બોલવાનો સંભવ ન હોય. કદાચિત કજીયાનો ઉદય આવે, કજીયા જેવું થાય - કટુ ભાષામાં બોલાય તો નાનએ મોટાને ખમાવવું જોઇએ. નાના કદાચ આડો થાય અને ન ખમાવે તો પણ મોટાએ નાનાને ખમાવવો જોઇએ. કોઇએ અપરાધ કર્યો હોય અને ગુસ્સો આવ્યો તે ગુસ્સો કાઢવો, કોઇને ગુસ્સાનું નિમિત્ત આપ્યું હોય અને તેને ગુસ્સો થયો હોય તો તેની પાસે જઇ ખમાવવું કે- મારી ભૂલ થઇ ગઇ, આવેશમાં આવી બોલાઇ ગયું, માટે મને ક્ષમા આપો અને આપ શાંતિ પામો. પોતેય ઉપશમ પામવું અને સામાને ઉપશમ પમાડવો એ જ આ પર્વનું મહત્ત્વનું કૃત્ય છે. સામો ઉપશમ પામ્યો છે કે નહિ, તે માટે તેને – વારંવાર મળવું, કામકાજ પૂછવું, તે તકલી ક્યાં હોય તો સહાય કરવી, માંદો હોય તો Page 39 of 77

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77