Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 1
________________ સમ્યક્તપનું સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી यत्र ब्रह्म जिनार्चा च, कषायाणां तथा हृतिः । सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ॥ અનંત ઉપકારી શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં તપનો મહિમા કેવો અનેરો છે, તે વાત સમજાવતાં ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ જે વાત સમજાવવાની કોશિશ કરી છે. તે વાત આ ઉત્સવ દરમિયાન સમજાવવાની મારી ભાવના છે. શ્રી જૈન શાસનની સ્થાપના, જગતમાં જે ભાગ્યશાલીઓને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય તેવા જીવો માટે થઇ છે. જેમ સંસાર અનાદિથી ચાલે છે. સંસાર ચલાવનાર માર્ગ પણ અનાદિથી ચાલે છે. તેવી રીતિએ આ સંસારમાં કોઇપણ કાળે શ્રી અરિહંત પરમાત્માનો અભાવ હોતો નથી. તેમજ શ્રી અરિહંત પરમાત્માના શાસનનો પણ અભાવ હોતો નથી. જેમ સંસાર માર્ગ અનાદિથી ચાલુ છે તેમ મોક્ષમાર્ગ પણ અનાદિથી ચાલુ છે. તે મોક્ષમાર્ગને જીવંત અને દીપ્તિમંત રાખનારા કોઇપણ મહાપુરુષ હોય તો તે શ્રી અરિહંત પરમાત્માઓ જ છે. શ્રી અરિહંત પરમાત્માનો આત્મા શ્રી અરિહંત પરમાત્મા તરીકે ક્યારે થાય છે ? કે એ પરમતારકોના આત્માઓને “સારાયે જગતને સંસારથી પાર પમાડી મોક્ષે મોકલવાની ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા જન્મે છે.” તે તારકોના આત્માઓ સારા ય જગતને શાસન રસી એટલા માટે બનાવવા ઇચ્છે છે કે. શાસન રસી બન્યા વિના કોઇપણ જીવને મોક્ષની ભાવના થઇ નથી અને થવાની પણ નથી. આ વાત જે અંતરમાં બેસે તો જ શ્રી જિનશાસનમાં ક્રમાવેલા દાન-શીલ-તપનો મહિમા અંતરમાં ઉતરે. દાન-શીલ-તપ તે પ્રવૃત્તિવાળો ધર્મ છે કે જે જગતને જોવામાં આવે તેવી કોટિનો ધર્મ છે. જ્યારે ભાવધર્મ એવો ધર્મ છે, કે જે સીધી રીતે જોવામાં આવતો. નથી. જે જીવ ભાવધર્મને પામે નહિ. તે અબજોનું દાન દે છતાં વાસ્તવિક દાન ધર્મ પામતો નથી. તે જ રીતિએ જેને ભાવધર્મની પ્રાપ્તિ ન થઇ હોય, તે ભવોભવ શીલધર્મનું પાલન કરે તો પણ તેને શીલધર્મની પ્રાપ્તિ થતી નથી. તેમજ ઘોર તપ તપે તો પણ તેને તપ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તે ભાવધર્મનું સ્વરૂપ માવતા અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવો કહે છે કે- “જ્યાં સુધી આ સુખમય. સંસાર પર આત્માને જુગુપ્સા જન્મ નહિ. જુગુપ્સા એટલે કે સારા માર્ગે ચાલ્યા જતા હોઇએ અને વચમાં અશુચિ પદાર્થના ઢગ આવી ચઢે તો જેમ નાક મરડાય, મોં વિકૃત થાય અને મોં પર હાથ કે રૂમાલાદિ ઢાંકી દૂર ચાલ્યા જવું તેનું નામ જુગુપ્સા. તેવી રીતે આ સુખમય સંસારની જેને જુગુપ્તા પેદા થાય અને મોક્ષની ઇચ્છા પેદા થાય છે.” Page 1 of 77

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 77