Book Title: Samyak Tapnu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ ભાવના ભવનો ભય પેદા કરે માટે ભાવવાની. જે કર્મો ભવ પેદા કર્યો તે કર્મને તપાવીને બાળી મૂકવા માટે તપ કરવાનો છે, તપ શીલવાળો હોય તો જ શોભે. ભાવધર્મથી વાસિત થયેલો જીવ સારામાં સારી રીતે તપનું આચરણ કરતો હોય તો તે શીલસંપન્ન હોય તેમાં નવાઇ હોય ! તે શક્તિ મુજબ દાનધર્મનો આરાધક જ હોય ભાવના ભવનો નાશ કરવા માટે કરવાની છે, ભવ જે કર્મો પેદા કર્યો તે કર્મના નાશ માટે તપ છે, તપ શીલથી શોભે છે. ભવના નાશ માટે કર્મનો નાશ કરવા જે આત્મા તપ આચરે છે તે શીલસંપન્ન હોય જ ? તે શક્તિ મુજબ દાન ધર્મની આરાધના કરતો હોય તેમાં શંકા ખરી ? શાસ્ત્રોમાં દ્રષ્ટાંતો આવે છે કે શક્તિ મુજબ દાન ન કરે, દાન ન અપાય તેનું દુઃખ ન હોય. તેના શીલ, તપ અને ભાવના અનંત જ્ઞાનીની આજ્ઞા મુજબ હોવાનો સંભવ નથી. વાસ્તવિક કોટિના હોવાનો સંભવ નથી. જૈન શાસને જે તપ વર્ણવ્યા અને મહાપુરુષોએ જેની મહત્તા ગાઇ છે તે તપ શું છે, શા માટે છે તે સમજાવવું છે. આજે ઘણા ભાગ્યશાલીઓ તપ કરે છે. તમે બધા તપના મહાપ્રેમી છો. તપસ્વીને પારણું કરાવતા વિચાર આવવો જોઇએ કે- “મેં કેમ ન કર્યો ? શક્તિ નથી માટે ? કેમ ભાવના નથી. થતી ?” આવો વિચાર ન આવે તો પારણું કરાવવાથી લાભ ન મલે. ભગવાનનો ધર્મ એવો છે કે સારા કાળમાં જીવને અંતર્મુહૂર્તમાં અયોગી બનાવી મોક્ષે મોકલી આપે. જૈન શાસનનો તપ કરનાર જીવ તપ ન કરતા હોય તેના તરફ તિરસ્કાર ન કરે. કેમકે જેના શાસનને પામેલ ક્યારે તપ ન કરે ? તપ ન થતો હોય તો જ ને ! માસક્ષમણ કરનાર નવકારશી કરનારની નિંદા ન કરે. જે જીવો તપ કરનારા છે, જે જીવાથી તપ નથી થઇ શકતો તે તપ કરવાની ભાવનાવાળા તો ખરાં ને ? વર્ષીતપના પારણા કરાવનારને વર્ષીતપ કરવાની ભાવના ન હોય ? પોતાની શક્તિ હોય તો વર્ષીતપ કરવાનું મન ન હોય ? ઘણા ભાગ્યશાલી જીવો વર્ષોથી વર્ષીતપ કરે છે. જૈન શાસનની બલિહારી છે કે તપની શક્તિવાળા સ્વયં તપ કરે છે, શક્તિના અભાવવાળા તપ કરનારને અનુકૂળતા કરી આપે છે, જે લોકો આ બેય ન કરી શકે તે અનુમોદના કરે. તપનો ખર્ચ વ્યવહાર માની કરે તો તે તપ કરવા છતાં હારી જાય. મારો તપ પૂર્ણ થયો તેના આનંદમાં જેટલું ખર્ચ તે તો લાભદાયી થાય, તેની ઇર્ષ્યા કરે તેનોય નાશ થાય. તપ કરીશ તો મારે ધન ખરચવું પડશે આવો વિચાર ધનના ઢગલા પડ્યા હોય તેને આવે, તો તો મને લાગે છે કે તે મિથ્યાત્વ જ છે. શક્તિહીનની કોઇ ટીકા કરતું નથી. પરંતુ જે શક્તિહીન માણસો એમ વિચારે કે મારે કરવું પડે અને ન કરું તો મારું ખોટું દેખાય માટે શક્તિસંપન્નોએ પણ ન કરવું તો તે ભવાંતરમાં ગાઢ પાપ બાંધી આવ્યો છે અને અહીં બાંધી રહ્યો છે. શક્તિસંપન્ન પણ આ વાતની પુષ્ટિ કરતા હોય તો તેય. તેના જેવો છે. આગળ અમે જોયા છે કે તપની તો જેટલી ઉજવણી સારી થાય તેમ સારું એટલે ખર્ચા Page 4 of 77Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 77