Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 5
________________ પણ પ્રેમથી કરતા. શાસ્ત્રે કહ્યું છે કે તપ કરનાર જો વ્યવહારમાં ખર્ચ કરતો હોય તે ઔચિત્ય સમજી કરે તો ખૂબ લાભ થાય. વ્યવહારને ધર્મ બનાવવો તે ધર્માત્માનું કામ છે. એકલો વ્યવહાર માની ચાલે તે અજ્ઞાની છે. તપ કરનાર જ્ઞાની હોવો જોઇએ, તેને ભગવાનની આજ્ઞાની ખબર હોવી જોઇએ જેથી લોકવ્યવહારમાં પણ આજ્ઞા મુજબનું ઔચિત્ય સાચવે જેથી સ્નેહી સંબંધીઓને પોતે જે ધર્મક્રિયાદિ કરે છે તે તરફ બહુમાન થાય, સદ્ભાવ પેદા થાય એટલે તે બધાને એવા રાજી કરે કે તેની ધર્મક્રિયાઓ જોઇ રાજી થાય, એ રીતનો ઉચિત વ્યવહાર પણ ધર્મ બની જાય અને અનેક જીવોને ધર્માભિમુખ બનાવવાનું અંગ બને. ઘણા જીવો નામના, કીર્તિ માટે હજારો રૂપિયા ખર્ચે છે પરંતુ સીદાતા સ્નેહી તરફ નજર પણ નથી કરતા તેના દાનની કોઇ જ કિંમત શાસ્ત્ર આંકી નથી પરંતુ ધર્મ વિરાધક કહ્યા છે. જે જીવ ભગવાનની આજ્ઞા સમજતો હોય છે તે યથાશક્તિ સ્નેહી સાધર્મિકને સહાય કરતો જ હોય છે. જે તપ અનંતજ્ઞાનીઓએ ફરમાવ્યો છે ત તપ કરનાર બ્રહ્મચર્ય પાલનાર નિયમા હોય. તપના દિવસમાં તપ કરનાર બ્રહ્મચારી હોય. બ્રહ્મચર્યનો સામાન્ય અર્થ શીલ પાળનાર અને વિશિષ્ટ અર્થ આત્મામાં રમણ કરનારો છે. જીવ તપ કેમ કરે ? કર્મ તપાવવા માટે. કર્મ તપાવવા માટે તપ કરનારને મારા આત્માનું સ્વરૂપ શું તે સમજ નહિ ? કર્મે સર્જેલા સ્વરૂપમાં તે રાચનાર હોય ? રમનાર હોય ? તો એ શેમાં રાચે અને રમે ? પોતાના સ્વરૂપમાં. જે તપમાં આવું બ્રહ્મચર્ય હોય તે તપ જિનશાસનમાં શુધ્ધ કહેવાય છે. સ્વસ્વરૂપને પેદા કરવા માટે તપ કરતો હોય તે જીવ સામાન્ય અને વિશિષ્ટ રીતે બ્રહ્મચર્યનો પાલક હોય, તો તેથી તેના તપથી નિર્જરા થાય અને નિર્જરાથી સ્વરૂપ પ્રગટ થાય. તમારું સ્વરૂપ શું ? સોહં તે હું છું. મુરખ છું માટે ં રહ્યો છું. જેટલે અંશે તપથી સ્વસ્વરૂપ પ્રગટે તેનો આનંદ હોય અને અધિક પ્રગટ કરવાનું મન થાય. જે તપમાં બ્રહ્મચર્ય હોય તે શુધ્ધ કોટિનો તપ ગણાય. આવો જીવ પોતાની શક્તિ મુજબ જિનની પૂજા કરનાર હોય. માટે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું ‘યંત્ર બ્રાનિનાર્વા વ' તપસ્વી શ્રી જિનેશ્વર ભગવંતોની પોતાની શક્તિમુજબ અર્ચા નામ પૂજા કર્યા વગર રહે ખરો ? તપમાં તેની પૂજા વિશેષ પ્રકારની હોય. દ્રવ્યપૂજા કરનાર દ્રવ્ય પૂર્વકની ભાવ પૂજા વિશેષ પ્રકારે કરે એકલા ભાવપૂજાના અધિકારી ભાવપૂજા વિશેષ પ્રકારે કરે. ભગવાનના શાસનમાં ભાવધર્મ ભવનો વિરોધી છે, એટલા માટે જૈન શાસનમાં તપ ભવનું નિર્માણ કરનાર કર્મને તપાવવા છે. તપસ્વી શીલસંપન્ન હોય, શક્તિ મુજબ દાન ધર્મનું આચરણ કરનાર હોય. જે તપ કરનાર હોય તે તપના દિવસોમાં જિનની પૂજા વિશેષ પ્રકારે કરે. તનો ખાવાનો ખર્ચો વધે કે પૂજાનો ખર્ચો વધારે હોય ? તપ ભાવથી જ થાય ને ? માત્ર ભગવાનની પૂજા સુંદર પ્રકારે કરવાથી કાંઇ લાભ ન થાય ને? જેમાં બ્રહ્મચર્ય હોય, શ્રી જિનેશ્વરદેવની અર્ચા સુંદર પ્રકારે હોય. ‘ષાયાળાં તથા હૃતિ:' જે તપમાં કષાયોની હીનતા હોય, કષાયોનો હત્યા થતી હોય, ક્રોધ, માન, માયા, લોભ પીટ્યા જાતા હોય ! તપ કરનારા તપના દિવસોમાં મારાથી લોભ ન કરાય, માયા ન રમાય, માન ન આવી Page 5 of 77

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 77