Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 41
________________ [૨૦૩૪ ભાદરવા સુદ-૫ ને ગુરૂવાર, તા. ૭-૯-૭૮.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ માવ્યું છે કે- આ સંસારમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ જો કોઈ હોય તો તે ધર્મ જ છે. ધર્મ સિવાય બીજું કોઇ ઉત્કૃષ્ટ મંગલ નથી. એ ધર્મ અહિંસા-સંયમ અને તપમય છે. તેઓ માને છે કે અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ઉત્કૃષ્ટ મંગલા એવો ધર્મ જેના અંતરમાં વસેલો છે તેઓને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. કારણ કે, દેવગતિમાં રહેલા એ દેવતાઓ ગમે તેટલી શક્તિના સ્વામી હોય પણ તેમનાથી આ અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મની આચરણા થઇ શકતી જ નથી. આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણું ભાગ્ય એ દેવતાઓ કરતાં ઘણું ઊંચું છે કે આપણન આવું સુંદર ભગવાન શ્રી વીતરાગદેવનું શાસન મળ્યું છે. રમપદે બિરાજમાન શ્રી અરિહંત પરમાત્માઓ અને શ્રી સિદ્ધ ભગવંતો એ બંન્ને દેવ તરીકે મળ્યા છે. તેમની આજ્ઞા મુજબ જીવનમાં એક મોક્ષમાર્ગની આરાધના કરતાં એવા નિગ્રંથ મહાપુરૂષોનો યોગ મળ્યો છે. તેમણે માવેલો ત્યાગ-તપ-સંયમમય એવો ધર્મ મળ્યો છે. એ શાસનની આરાધના કરવાના બધા ઉત્તમ સંયોગો મળ્યા છે એટલે આપણા પુણ્યની તો કોઇ અવધિ નથી એ કબૂલ કરવું જ રહ્યું. એમ છતાં પણ અહિંસા પાલનનો વિચાર આવતો નથી. તેના માટે અતિ જરૂરી એવું જે સંયમાં છે તેના પાલનનું મન પણ થતું નથી અને તે સંયમધર્મના સુંદર પાલન માટે અનિવાર્ય એવા તપધર્મને શક્તિ મુજબ આરાધવાનું મન થતું નથી, તેનો વિચાર પણ આવતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે આપણે ભૂતકાળમાં ધર્મ ઘણો કર્યો છે, તેથી પુણ્ય પણ જરૂર સારું બંધાયેલું પણ સાથે સાથે એવું Page 41 of 77

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77