Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 48
________________ ભાવના એ પણ ભગવાનની પૂજા છે. સંસારનું સુખ ભોગવવા છતાં ભોગવવા જેવું નથી આવો વિચાર પણ ભગવાનની પૂજા છે.' આવા જીવને દુઃખ આવે તો ય ગભરામણ ન થાય, ઉપસર્ગ આવે તો ય મજેથી વેઠે અને વિઘ્નોથી તો ડરે જ નહિ. તમે પણ તેવી દશા ભગવાનના ભગત બની કેળવો તો ઉપસર્ગો ઉપસર્ગ ન રહે, વિઘ્નો વિઘ્ન ન રહે અને સદા પ્રસન્નતામાં જ રહે. પછી તેવો જીવ સાધુ ન થઇ શકે તોય મરતી વખતે આનંદમાં હોય કેમકે છોડવા લાયક છોડ્યું નહિ તે ભૂલ કરી. હવે છોડવાનો દા'ડો આવ્યો તેનો આનંદ હોય. આવો વિચાર પણ રોજ છોડવાનો વિચાર હોય તેને આવે. તમે સૌ આવી દશાને પામો. તમે બધા ભગવાન આગળ રાગ કાઢી ગાવ છો, નાચો છો, કૂદો છો તો એમ માનો છો કે ભગવાન ઓળખતા નહિ હોય ? તમે બધા ભગવાન આગળ નાચી, કૂદી ભગવાનની આજ્ઞાથી વિરૂધ્ધ વર્તો તો ભગવાનને ઠગ્યા કહેવાય ને ? ભગવાનને ઠગનારાની પૂજા ફ્લે ? આપણને આવી સારી સામગ્રી મળી છે, તેને સફ્ળ કરી જીવીએ અને મરીએ તો દુર્ગતિ બંધ થાય, સદ્ગતિ કાયમી થાય અને ઠામ ઠામ ભગવાનનો ધર્મ મળે. જેથી થોડા જ કાળમાં સંસારથી છૂટી, મોક્ષે પહોંચી જઇએ. સૌ આ સમજી આજ્ઞા મુજબ જીવન જીવી વહેલામાં વહેલા મોક્ષને પામો તે જ શુભાભિલાષા. Page 48 of 77

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77