Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 61
________________ કરવાના ને ? શ્રાવકને ઘેર જન્મે તે સંતાન કોના ? શ્રાવક પણ કોના ? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાદિના કે ભગવાનના શાસનના ? શાસ્ત્ર શ્રાવકને સાધુ-સાધ્વીના દલાલ કહ્યા છે. સાધુ પણ ભગવાનને સમર્પિત જોઇએ.જેના વિચાર, જેનું વર્તન અને જેની વાણી ભગવાનની આજ્ઞાને અનુસરનારા હોય તે સાધુ. જેના વર્તન-વાણી અને વિચારમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાંઇ ન હોય તે સાધુ. શાસ્ત્ર જૈનકુળોની ઘણી મહત્તા ગાઇ છે, પણ આજે દેખાતી નથી. જૈનકુળમાં જન્મેલાં તો ધર્મના જ અર્થી હોય, તે માટે સાધુપણાના જ અર્થી હોય. જ્યારે આજે તો જૈન કુળમાં જન્મેલાં ધર્મની વાત પણ કરતા નથી. આર્ય જો મોક્ષનો અર્થી હોય તો જૈન તો મોક્ષનો જ અર્થી હોય તેમાં શંકા ખરી ? જૈન મોક્ષ માટે જ તરફ્કતો હોય તેમ ન બને ? શાસ્ત્ર કહ્યું છ કે- ‘તેહે ધને દુમ્હે હૈં સર્વસંસારીનાં રતિ:' -સઘળાય સંસારી જીવોને શરીર, ધન અને કુટુંબમાં જ રતિ હોય છે. જ્યારે ‘નિને બિનમતે સફ્તે પુન: મોક્ષામિલાષિઃ' -શ્રી જિનેશ્વરદેવમાં, શ્રી જિનેશ્વરદેવના મતમાં-શાસનમાં અને સંઘમાં મોક્ષાભિલાષી જીવને જ રતિ હોય છે. તમારી રતિ ક્યાં છે ? શરીર, ધન અને કુટુંબ પર તમારો શું ભાવ છે ? ‘આ બધા અમારો નાશ કરનાર છે, અમને ખરાબ કરનાર છે, અમને સંસારમાં ભટકાવનાર છે’ તે જ ને ? શરીર તમારી પાસે શું શું કરાવે છે ? ધન માટે તમે શું શું કરો છો ? કુટુંબ ખાતર પણ તમે શું શું કરો છો ? તમે બધા તપના વખાણ કરો તો તમારામાં પણ તપ જોઇએ ને ? તમે વર્ધમાન તપની આવી ઓળી ન કરો તે બનવા જોગ છે. પણ બની શકે તેવો ય તપ કરવાના કે નહિ ? જે આ સંસારના સુખમાં મહાલે તેને તપની સાથે લાગેવળગે શું ? બધા તાલી પાડે એટલે તે ય તાલી પાડે, બધા જે બાલે એટલે તેય જે બોલે. જેને તપ ગમે તે રાતે ખાતો હોય ? અભક્ષ્ય ખાતો હોય ? નવકારશી ન કરે તેમ બને ? નવકારશી કરનારો પર્વતિથિએ નવકારશીથી આગળ ન વધે ? તમારે એકમ-બીજ, ચોથ-પાંચમ, સાતમ-આઠમ, દશમ-અગિયારસ, તેરશ-ચૌદશાદિ પર્વતિથિમાં ફેર ખરો ? બધી તિથિ સરખી માને તે મૂરખ કહેવાય કે ડાહ્યા કહેવાય ? મૂરખાઓને તો બધું ય સરખું હોય તે ચાલે ? રોજ સવારે ‘ઘ ગતિથિ:' -આજે કઇ તિથિ છે ? તે યાદ કરવાની વિધિ છે. તમે તે યાદ કરો છો ? તમને તિથિ યાદ છે કે તારીખ યાદ છે ? જેને તિથિ યાદ નહિ તેને જૈન પણ કહેવાય નહિ. આજે આમાં મુશ્કેલી ઘણી છે. આપણે તપની અનુમોદના કરીએ તો આત્મા સાથે વાત કરવી પડે ને ? જૈન શાસનના જીવો તો તપસ્વી હોય. તપ ન થાય તેનું ભારે દુઃખ હોય. તે તપ કરનારને યાદ કર્યા વિના ખાય-પીએ નહિ. હું પામર છું, ખાધાં-પીધાં વિના ચાલે તેમ નથી તેવું માનીને ખાય તે ખાવા-પીવાદિમાં ટેસ કરતાં હશે ? આજે તો ટેસ વધી ગયા માટે બધું ભૂલાઇ ગયું. ટેસ વધી ગયા માટે જૈનો બહારનું ન ખાય, હોટલમાં ન જાય તે બને ? એકકાળે કોઇ જૈનને કદાચ હોટલમાં જવું પડે તો આજુબાજુ જોઇને, કોઇ ન જાણે તેમ જતા. બહાર નીકળતાં ય કોઇ જાણી ન જાય તેમ નીકળતા. ચાંલ્લો રહી ગયો હોય તો ભૂંસી નાંખતા. કોઇ જાણે તો ખરાબ કહેવાય તેમ તે માનતા. જ્યારે આજે તો ગજબ થઇ ગયો છે. લગભગ ભાન ભૂલાઇ ગયું છે. Page 61 of 77

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77