Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 65
________________ નહિ મળે. માનવ અનીતિ ન જ કરે ને ? આજે કેમ કરે છે ? ઉત્તમતા છે નહિ, પરલોકનો ડર નથી, આ લોકમાં આબરૂનો ખપ નથી, પૈસામાં આબરૂ આવી ગઇ છે તેવી માન્યતા છે. આવા લોકો તપની શું અનુમોદના કરે ? જે તપ કરનાર છે તે પુદ્ગલની રમણતા છોડી દે, આત્મામાં જ રમણતા કરે. આત્માના ગુણોમાં જ રમે. આત્મામાં એવા એવા ગુણો છે જે આવે તો આત્માને સંસારમાં પણ મોક્ષ સુખનો અનુભવ થાય. . સુખી પણ જો વિરાગી હોય તો જ સુખી છે. તે સુખનો સામગ્રીવાળો જો રાગી હોય તો ય સુખી નહિ. આ-તે મારું નથી માનતા તે ફરિયાદ ચાલુ જ હોય. તે કોટિપતિ હોય તોય દુઃખી છે. આજના કોટિપતિને મજુરો અને સરકાર કેટલાં હેરાન કરે છે. આજે કોર્ટો, સરકાર પણ બગડી છે, તે મજૂર અને નોકરના જ પક્ષની છે. તમે આજે થોડા ફ્કવો છો તે સારા છો માટે કે પૈસા આપો છો માટે ? રાજના નોકરોને ચોરટ્ટા બનાવે તો જ તમારું પુણ્ય ફ્લે તેવું છે. રાજના અધિકારીઓને ચોર બનાવ્યા તે વેપારીઓએ. આજના મોટા શ્રીમંતો પ્રધાનોને ખીસ્સામાં રાખે છે. અમારા હાથ લાંબા છે તેમ કહેનારા જીવે છે. તે પુણ્ય ખરું. પણ ફ્ળવાનું મહાપાપ કરે તોજ. આ વાત કડવી છે. ઘણાંને નહિ ગમતી પણ હોય. અમારે તો તમારા હૈયામાં શાસન ઘાલવું છે. તો ખોટી વાત ન નીકળે તો શાસન ન પેસે. અનીતિને ભૂંડી ન માને, અમે અનીતિ કરીએ તે ખોટું છે, કરવા જેવી નથી, પાપનો ઉદય છે માટે કરીએ છીએ અધિક લોભી છીએ માટે કરીએ છીએ : આમ માનો તો શાસન પેસવાની જગ્યા છે. આ ન માનો તો ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા પણ તમારા હૈયામાં શાસન ઘાલી શકે નહિ. શ્રી તીર્થંકર પરમાત્માને પણ બધાએ માન્યા નથી. આપણા શ્રી તીર્થંકર પરમાત્માઓ પણ લઘુમતિ જ હતા, કદિ બહુમતિમાં હતા જ નહિ. બહુમતિ સાચી હોય જ નહિ. બહુમતિ ચાલે ત્યાં ડાહ્યાએ કદિ પગ મૂકવો જોઇએ નહિ. કદાચ કોઇ જાય તો તેને લાત ખાઇને કાં ખરાબ થઇને બહાર નીકળવું પડે. ઘણાં બહુમતિમાં ગયા તો માર ખાઇ ગયા. ઘણાં ડાહ્યા ખસી ગયા. છતાં ગાંડાઓને હજી જવું છે. તે પાયમાલ થશે કાં લાતો ખાશે. તમારી સગી આંખે આજે બધું દેખાય છે. લઘુમતિ હજી સારી હોઇ શકે. પણ સાચી તો શાસ્ત્રમતિ જ હોય. બહુમતિ હંમેશા ખોટાંની હોય. ઘરમાં ય બહુમતિ ન ચાલે. ચાલે તો રોજ કજીયા થાય તો ધર્મમાં તો બહુમતિ ચાલે જ કેમ ? માટે મારી ભલામણ છે કે તમે બધા ડાહ્યા થાવ. આવા તપની અનુમોદના કરવા ભેગા થયા છો તો સાચી વાત સમજો. જેમાં આત્મ રમણતા હોય, શ્રી જિનેશ્વર દેવોની પૂજા હોય, કષાયોનો સંહાર હોય અને ભગવાનની આજ્ઞા સાથેને સાથે રહેનારી હોય ઃ તેવું જે તપ છે તે ભગવાનના શાસનમાં શુદ્ધકોટિનું ગણાય છે. બાહ્યતપ અત્યંતર તપનો પોષક જ હોય. આવા તપ કરનારમાં વિનય કેવો હોય ? વૈયાવચ્ચ કેવી હોય ? જરાક પાપ લાગ્યું તો પ્રાયશ્ચિત કર્યા વિના રહે ? સ્વાધ્યાયનો કેવો પ્રેમી હોય ? તે કેવો ધ્યાની હોય ? ચાલતાં-ચાલતાં, કાજો લેતાં-લેતાં ય કેવળજ્ઞાન પામે. પલાંઠીવાળી બેસે તેથી ધ્યાન ન આવે. ધ્યાન કોણ કરી શકે ? ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તે. અને આ કાયાનો ત્યાગ કરવાનો છે તો તે તેના અભ્યાસ માટે કાઉસગ્ગ કરે. આ કાયાની મમતા ઉતરે તે જ પરિષહને સેવે, ઉપસર્ગોને વેઠે, મોહને મારી, કેવળજ્ઞાન પામીને મોક્ષે જાય. Page 65 of 77

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77