Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 74
________________ [૨૦૪૨ આસો વદ-૧૨ ગુરુવાર, તા. ૩૦-૧૦-૧૯૮૬. શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, ભૂલેશ્વર, મુંબઇ-૪૦૦૦૦૪.] આત્મામાં ચોંટેલાં કર્મોને કાઢવા માટે નિર્જરા જરૂરી છે. જેવા કિલષ્ટ પરિણામે કર્મ બાંધ્યા છે તેના કરતાંય ઉત્કૃષ્ટ પરિણામે કર્મ કાઢવાના છે. તે કાઢવા માટે જ્ઞાની કહે છે કે-જેમ સોનું માટીવાળું હોવા છતાં તેને દિપ્તિમાન અગ્નિમાં મૂકવામાં આવે તો તે સો ટચનું પણ થાય છે. તેવી રીતિએ જ્ઞાનિની આજ્ઞામુજબ કરાતા આ તપરૂપી અગ્નિથી આત્માને શુદ્ધ કરવામાં આવે તો કર્મો ચાલ્યા જાય છે. તે માટે બાર પ્રકારનો તપ કહ્યો છે. ધર્મી માત્રને બાર પ્રકારનો તપ ખૂબ ગમે. તેના નામ બધા ધર્મોને યાદ હોવા જોઇએ. અત્યંતર તપ પામવા માટે બાહ્યતપ જરૂરી છે તેમ બાહ્યતપ ઉપર અનુરાગ ન આવે તે અત્યંતર તપ પણ પામે નહિ. જીવને મોટામાં મોટું વ્યસન હોય તો ખાવાનું છે. જન્મે ત્યારથી જીવ ખાઉં ખાઉં કરે છે એટલું નહિ જીવ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં પહેલા સમયથી જ ખાવાનું શરૂ કરી લે છે. તમે બધા ભણ્યા નથી એટલે શું થાય ? જો મોટામાં મોટું પાપ હોય તો ખાવા-પીવાનો રસ છે તે છે. શાસ્ત્રે કહ્યું છે કેરસના ઇન્દ્રિય જીતે. તેની બધી ઇન્દ્રિયો જીતાઇ જાય. મોક્ષનું નામ અણાહારી પદ છે. સંસારી જીવ ગમે ત્યાં જાય પહેલા તેને આહાર જોઇએ. આહાર વિના ચાલે નહિ. આ જન્મમાં મનુષ્યોને આહારની એવી ભુખ જાગી છે કે-પેટ કરતાંય જીભને સંતોષવા કેટલાં પાપ કરે બધું જ અનુકૂળ જોઇએ. છે ? બાહ્યતપમાં આહારના ત્યાગની મહત્તા છે. શરીરના અને આત્માના દોષોને છૂટથી, મજેથી સેવ્યા કરે તો અત્યંતર તપ પણ શી રીતે આવે ? અત્યંતર તપમાં ધ્યાન છેલ્લું છે. ધ્યાનમાં આત્મા સ્થિર થાય તો શુક્લધ્યાન પામે. તે પછી કર્યું નાશ પામે અને મુક્તિ થાય. શ્રી જૈનશાસનમાં સૌથી પહેલા મોટામાં મોટી વાત હોય તો ખાવા-પીવાદિ ઉપર કન્ટ્રોલ રાખવાની છે. જૈનની આબરૂ હોય કે-કદિ તે ન ખાવાનું ખાય નહિ, જે તે ખાય નહિ, જ્યારે-ત્યારે ખાય નહિ. મારી તૃષ્ણા જ મને રખડાવનારી છે. તમારી તૃષ્ણા પૂરી થઇ છે ? ગમે તેટલી સામગ્રી હોય તો પણ તમારી ભૂખ ઓછી થાય ખરી ? શાસ્ત્રે કહ્યું છે કે, અનુત્તરવિમાનવાસી દેવો એવા છે કે જેઓએ તૃષ્ણા ઉપર કાબૂ મેળવ્યો છે. જેઓનું સંયમ સારું ન હોય પણ મેલું હોય, જેનામાં સમ્યક્ત્વ ન હોય તે ત્યાં જઇ શકે પણ નહિ. Page 74 of 77

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77