Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 76
________________ જોઇએ. જૈનશાસનને પામેલાને તો તપ કરવાનું જ મન હોય. ખાવાની જે કુટેવ પડી છે, શરીરને અંગે જે જે કુટેવો વળગી છે તે છોડવા માટે આ તપ કરવાનું વિધાન છે. તપસ્વી તેનું નામ જેને તપના દાડામાં આનંદ આવે અને ખાવાનો દાડો આવે, ખાવું પડે તો દુ:ખ લાગે. ખાવા માટે કેટલી ઉપાધિ છે ! ખાધા પછી ય કેટલો ઉપાધિ છે ! બાહ્યતપમાં જે અનશન તપ છે તેના કરતાં ઊણોદરી તપ ઊંચો છે. ઊણોદરી કરતાં વૃત્તિસંક્ષેપ તપ ઊંચો છે. વૃત્તિસંક્ષેપ કરતાં રસત્યાગ તપ કરવો ઊંચો છે. તે બધા કરતાં કાયકલેશ તપ કરવો કઠીન છે. ઇરાદાપૂર્વક, સમજપૂર્વક કાયાને તકલીફ પડે તે કામ કરવું સહેલું છે ? તેના કરતાંય સંલીનતા તપ ઊંચો છે. સંલીનતા સમજો છો ? આ શરીરને, ઇન્દ્રિયોને, કષાયોને કાબૂમાં લેવા તે સંલીનતા નામનો તપ છે. શ્રી અરિહંત પરમાત્માના આત્માએ એવો દાખલો આપ્યો છે કે, ન કરી શકાય તેમ બોલી શકાય તેમ નથી. જીવ અભ્યાસ કરે તો બધું કરી શકે. નવકારશી ન કરી શકનારા અવસર આવે ભુખ્યા ય રહે છે. માટે કર્મને કાઢવા હોય તો તપ જેવું એક સાધન નથી. ખાવાના રસિયાને આ વાત ફાવે જ નહિ. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ખાવાના રસિયા હોય નહિ. ખાવાના રસિયા હોય તે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા હોય તોય ધર્મી નથી. ધર્મ પામ્યાનું લક્ષણ શું ? પોતાની પાસે સારી ચીજ હોય અને તે બીજાના ઉપયોગમાં આવે તો આપતા કદિ સંકોચ ન થાય તેવું ઔદાર્ય હોય. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ખાવાને પાપ માને છે, અનશનને ધર્મ માને છે. તમે ખાવાને શું માનો છો ? ખાવાને જે પાપ માને નહિ તે જૈન પણ નહિ. ખાવું પડે અને ખાય તો ખાતાં પહેલા તપસ્વિઓને હાથ જોડે એટલે ખાતાં ખાતાં ય નિર્જરા કરે, પણ આજે ખાવાનો રોગ જાગ્યો છે કે, શું ખાય અને શું પીએ તેનું વર્ણન પણ કરી શકાય તેમ નથી. આજે જૈન સમાજમાં બધું અભક્ષ્ય આવી ગયું. બહુ સુખી તેને ઘેર બહુ તોફાન ! બહુ ભણેલાં બધું જ કરે. જે ભણતર આત્માને, મોક્ષને, પરલોકને યાદ ન કરાવે તે ભણતર ભૂંડું ! અહીં પણ જે ભણેલાને મોક્ષયાદ ન આવે તેનું આગમનું જ્ઞાન પણ અજ્ઞાન ! થોડું ભણેલાને મોક્ષ જ યાદ આવે, તપ-સંયમ યાદ આવે તો તે ધર્મી ! ખાવું તે મોટો રોગ છે. ખાવાના રોગથી જ બધા રોગ થાય છે. ખાવાનો રોગ મટી જાય તો ઘણા રોગ મટી જાય. આજે તો તમે નિરોગી રહો તે આશ્ચર્ય !રોગી ન હોવ તે નવાઇ ! ભગવાનના માર્ગને પામેલો જીવ, જો આજ્ઞા મુજબ જીવે, જીભને આધીન ન થાય તો તેને રોગ આવે નહિ. કદાચ નિકાચિત કર્મના યોગે આવે તે જુદી વાત. તેવો ભગવાનનો માર્ગ મજેનો છે. જે સાધુ લોકોને ગમે, તેવો ઉપદેશ આપે તો તે સાચો સાધુ નથી પણ વેષધારી છે. ઉપદેશ ભગવાને કહ્યા મુજબનો અપાય, તમને ગમે તે ન અપાય. પ્ર. આજે તો કહે છે કે, શાસ્ત્ર મુજબ ઉપદેશ આપે તે “રૂઢિચુસ્ત” અને લોકોને ગમે તેવો ઉપદેશ આપે તેને સમયને ઓળખ્યો કહેવાય. ઉ. મરીએ તોય ભગવાનની આજ્ઞા ન મૂકાય. તેને “રૂઢિચુસ્ત' કહે તે “અલંકાર' છે. તેને “કલંક' માને તે ભૂંડા છે. ધર્મના ઉપદેશ વિના બીજો ઉપદેશ ન આપે તે ગુરુ, બીજા ગોર ! Page 76 of 77

Loading...

Page Navigation
1 ... 74 75 76 77