Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 75
________________ અનુત્તર વિમાનમાં તો શુદ્ધ સંયમ પાળનારા અને સમકિતધારી આત્માઓ જ જઇ શકે.તેમાં ય સર્વાર્થસિદ્ધ વિમાનમાં તો એવી એવી મનોહર સુખની સામગ્રી છે કે, વર્ણન ન થાય. મોતી હાલે અને સંગીતના સૂર નીકળે. છતાં પણ તે આત્માઓને આકર્ષી શકતી નથી. તત્ત્વચિંતનમાં જ સમય પસાર કરે છે. શ્રી તીર્થંકર પરમાત્માના જન્મથી, નાચી ઊઠે છે. નિયમાં એકાવનારી છે. ત્યાંથી અહીં મનુષ્યમાં આવી મોક્ષે જવાના છે. આ સંસારમાં વધારેમાં વધારે પૌગલિક સુખની સામગ્રી ત્યાં હોવા છતાંય તેઓને તેની અસર નથી, તે છોડી શકતા નથી તેનું પૂર્ણ દુ:ખ હોય છે. ત્યાં વિરતિ આવી શકતી નથી પણ વિરતિની ઇચ્છા એટલી તીવ્ર હોય છે કે, વર્ણન ન થાય. શ્રી. તીર્થંકરપરમાત્માના દીક્ષા કલ્યાણકમાં તો રોચ્યામાં હર્ષથી નાચી ઊઠે છે. તમને વિરતિ મળી શકે તેમ હોવા છતાંય મોટાભાગને વિરતિ જોઇતી પણ નથી. વિરતિ પામવાનું મન થતું નથી તેનું દુ:ખ પણ નથી. શ્રાવકકુળમાં જન્મેલા નવકારશી ન કરે, રાત્રિભોજન ન કરે, અભક્ષ્યનો ત્યાગ ન કરે તે બને ? જેને બાહ્યતાનો પ્રેમ નથી તે અત્યંતર તપની વાત કરે તો તે બનાવટી છે. તદુભવ મુક્તિગામી જીવોએ પણ કેવો કેવો તપ કર્યો છે તે જાણતા નથી ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં જીવ છ મહિનાનો તપ કરી શકે છે. આજે પણ તપ કરનારા કો'ક કો'ક મળે. છે ને ? છ મહિનાના ઉપવાસની ચિંતા કાને છે ? તમે તપચિંતવણિ કાઉસ્સગ્ન કરો છો ? આહાર સંજ્ઞાની લાલસા તે જ બધા પાપનું મૂળ છે. જૈનકુળમાં જન્મેલા નવકારશી-ચોવિહાર પણ ન કરે, ન થાય તેનું દુ:ખ પણ ન થાય અને ન કરીએ તો ચાલે તેમ માને, અભક્ષ્ય પણ ખાય, રાતે ય મજેથી ખાય અને તે બધું ચાલે તેમ કહે તે ભગવાનની પૂજા કરે તો ય મહાપાપી છે ! તેનો સંસારમાં ભટકવા માટેનો પાપ ખૂટી ગયો છે માટે પાપ બાંધવા અહીં આવ્યો છે. તેની ભગવાનની પૂજા પણ ઢોંગ છે. લોકોને ઢગવાની ક્રિયા છે. ભગવાન પાસે જે ન મંગાય તે પણ માંગવાની-મેળવવાની ઇચ્છા છે. દુનિયાના પાપથી છૂટવાને બદલે વધુ પાપ કરવા પૂજા કરે તો તે પાપ જ કરે છે તેમ કહેવાય ને ? ચોરી કરું પણ પકડાઇ ન જાઉં તેવી ભાવનાથી પૂજા કરે તો કેવો કહેવાય ? તમને જે જે ગમે તે તે મેળવવા પૂજા કરો તો તમારો નંબર પણ તેમાં ગણાય ને ? તેવા હરામખોરને તો મંદિરમાં પણ પેસવા ન દેવાય ! સારી પણ ક્રિયા ખોટા હેતુથી કરે તો ? જગતમાં પણ કહેવાય છે કે-બહુ હાથ જોડે, સલામ ભરે તેના વિશ્વાસમાં પડતા નહિ. “દગલબાજ દૂના નમે !' ભગવાને જેની ના કહી તે પણ કરવું પડે તો તેનું દુઃખ હોય, ક્યારે છૂટે તેની ચિંતા હોય, તે બધાથી છૂટવા મહેનત કરે તેની પૂજા લેખે લાગે. પૈસા ખૂબ ખૂબ મળે, મોજમજા કરી શકાય, હરી-ફ્રી શકાય તે માટે ભગવાનની પૂજા કરે તો તેની પૂજા તે પાપ છે ! ભગવાન જેવા ભગવાન તપ કરે. ભગવાન શ્રી કષભદેવના શાસનમાં બાર મહિનાનો, બાવીશ શ્રી તીર્થંકરદેવના શાસનમાં આઠ મહિનાનો અને ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં છ મહિનાનો તપ કહ્યો છે. બાહ્યતપ શા માટે છે ? આહાર સંજ્ઞાનો નાશ કરવા માટે છે. તપ ચિંતવણીના કાઉસ્સગ્નમાં આ જ વાત વિચારવાની છે. તપ વિનાનો જેટલો સમય જાય તે બધો ફોગટ છે. શાએ કહ્યું છે કે, દરેકે દરેક આત્માએ જેટલો તપ કરવાની શક્તિ હોય તેટલો તપ કરવો Page 75 of 77

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77