Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 70
________________ પાંચે ઇન્દ્રિયો જે મળી છે, તેનો જો સદુપયોગ નહિ કરીએ તો ફરી ફી નરક-નિગોદમાં જવું પડે. હજી બાજી હાથમાં છે. જે જીવ કષાયો અને ઇન્દ્રિયોને જીતે તેજ મોક્ષે જઇ શકે. તે બેને જીતવા એટલે કષાય અને ઇન્દ્રિયોને આધીન ન થવું તે ! ખાવું અને રસ ન આવે તે ક્યારે બને ? સારી ચીજ મેળવવી, મજેથી તેનો ભોગવટો કરવો અને તેનાથી પણ અધિક સારી મળે તેમ ઇચ્છવું-આ બધું ઇન્દ્રિયોની આધીનતા છે. આપણે જો સારા નહિ બનીએ તો આપણું ઠેકાણું નહિ પડે. આપણામાં ઘણી ઘણી ખરાબી છે તેમ લાગે છે ? તમે બધા જો શાંતિથી વિચારો તો આપણી જાત કેવી છે તે ઓળખાયા વિના ન રહે. જેને કષાયોને જીતવા હોય તેને ઇન્દ્રિયોને જીતવી પડે. જેને ઇન્દ્રિયોને જીતવી હોય તેને મનશુદ્ધિ કરવી પડે. તે માટે શું કરવાનું ? અનાદિથી વળગેલા રાગ અને દ્વેષને જીતવા પડે. જનું મન શુદ્ધ ન હોય તે ગમે તેટલું ભણેલો હોય તોય અભણ છે. માટે જ શાસ્ત્ર, નવપૂર્વીને અજ્ઞાની કહેતાં અચકાયું નથી. જેનું મન શુદ્ધ હોય તે થોડું પણ જાણે તો ય તેને જ્ઞાની કહે છે. આપણામાં રાગ છે કે નહિ ? દ્વેષ છે કે નહિ ? આપણને રાગ કોની કોની ઉપર છે ? દ્વેષ કોના કોના ઉપર છે ? તે રાગ અને દ્વેષ નક્કી થાય તો આપણી જાત ધર્મી છે કે અધર્મી તે નક્કી થાય. જે જીવ ગમે તેટલો ધર્મ કરે પણ તેનો રાગ જો દુનિયાની ચીજો ઉપર હોય. અનુકૂળતા ઉપર જ રાગ હોય અને પ્રતિકૂળતા ઉપર દ્વેષ હોય તો તેને ય ધર્મી નથી કહ્યો. તેવો જીવ ધર્મ કરીને ય પાપ જ કરવાનો છે. આટલું સમજ્યા પછી હવે આપણો રાગ શ્રી વીતરાગદેવ ઉપર છે, શ્રી વીતરાગદેવના સાધુ ઉપર છે, શ્રી વીતરાગદેવના ધર્મ ઉપર છે, તે ધર્મ આરાધે તેના ઉપર છે એ ધર્મની સામગ્રી ઉપર જ છે, દુનિયાની બીજી ચીજો ઉપર રાગ થતો નથી. રાગ થાય તો ભૂંડો જ લાગે છે- તેમ કહી શકીએ ખરા ? મંદિરને નુક્શાન થાય તો આઘાત લાગે કે ઘરને ? ઉપાશ્રય ઉપર મુશ્કેલી આવે તો દુઃખ થાય કે પેઢી ઉપર મુશ્કેલી આવે તો દુ:ખ થાય ? બંન્નેમાં દુઃખ થાય તેમ કહે તે માત્ર બોલવાનું છે પણ હૈયાથી અમલ તો બીજા ઉપર જ કરે ને ? તમારી શક્તિ હોય તો દેવ-ગુરુ-ધર્મની આપત્તિ વખત રક્ષણ માટે ઊભા રહો ખરા ? વખતે ઘર-બારાદિ ફ્ના કરવા પડે તો ફ્ના થાવ ખરા ? શરીરને બચાવવા, ઘર સળગે તો ભુસકો પણ મારો ને ? આપણને રાગ કોના ઉપર છે ? પ્રામાણિકપણે બોલી શકો ખરા કે- શ્રી વીતરાગદેવ ઉપર, શ્રી વીતરાગ દેવના સાચા માર્ગે ચાલનાર સાધુ ઉપર અને શ્રી વીતરાગદેવના ધર્મ ઉપર, શ્રી વીતરાગદેવના ધર્મને આરાધતા ધર્મી ઉપર અને ધર્મનાં સાધનો ઉપર જ રાગ છે, બાકી દુનિયાના પદાર્થો ઉપર રાગ થાય તો ફ્કાટ થઇ જાય છે. ઘર ઉપરનો રાગ તારે કે ડૂબાડે ? પેઢી ઉપરનો રાગ તારે કે મારે ? પૈસા-ટકાદિનો રાગ તારે કે ડૂબાડે ? તમે બધા બોલી શકો ક- ‘ઘર ડૂબાડનાર છે અને મંદિર તારનાર છે, પેઢી ડૂબાડનાર ચે અને ઉપાશ્રય તારનાર છે. ધન ડૂબાડનાર અને ધર્મ તારનાર છે, સંબંધી ડૂબાડનાર છે અને સાધર્મીક તારનાર છે.' જો હું સાવધ ન રહું તો પેઢી પાપ કરાવનાર છે, નરકે મોકલી આપનાર છે. પેઢીના રક્ષણ માટે કેટલાં પાપ કરો છો ? આજે તો વેપારી ચોર તરીકે ઓળખાય છે. મૂડી વગરનો પેઢી ખોલે તો તે હરામખોર જ હોય ને ? પારકી મૂડીએ પેઢી ખોલે, મોટરમાં રે, મોજમજા કરે, કમાણી બધી લેવાની અને આપવાનું હોય તો આપે Page 70 of 77

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77