Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 68
________________ છે કે ભૂંડી છે ? મનશુદ્ધિ લાવવા માટે આ મહેનત કર્યા વિના છૂટકો નથી. આ વિચારણા ન આવે તો મનશુદ્ધિ ન થાય. તે ન થાય તો ઇન્દ્રિયો કાબૂમાં ન રહે. જેની ઇન્દ્રિયો કાબૂમાં રહે તેની જ ઇન્દ્રિયો તેને મોક્ષમાં લઇ જાય. જેની ઇન્દ્રિયો કાબૂમાં ન હોય તે જીવ ગમે તેટલો ધર્મ કરતો હોય તો પણ તે ધર્મ માટે ધર્મ નથી કરતો પણ સંસારના સુખ માટે ધર્મ કરે છે. દરેકને પોતાના અનુભવથી સમજાય તેવી આ ચીજ છે છતાં સમજાતી કેમ નથી ? દુનિયાનું સુખ તે જ દુઃખનું મૂળ છે. સંસારના સુખનો ગાઢ રાગ અને પાપના ઉદયે આવતાં દુ:ખ ઉપરનો દ્વેષ તે જ મોટામાં મોટી કર્મની ગાંઠ છે. તે ગાંઠ ભેદાયા વિના સાચી સમજણ આવે જ નહિ. સંસારના સુખનો જ ભુખ્યો ઘણાં ઘણાં પાપ કરે, ઘણાને દુઃખી કરે અને પછી તેને જ જો દુઃખા આવે ત્યારે માથા પછાડે તે ચાલે ? તેવો આદમી ક્યારે પણ સુખી હોય ખરો. આજે હું જે ભાવધર્મની વાત કરું છું તે ઘણાને ગમતી નથી. ઘણા સાધુઓને પણ ગમતી નથી. આજે મોટાભાગને ભાવધર્મ સાથે જાણે કાંઇ લેવા દેવા જ નથી ! આ દનિયાના પદાર્થો ઉપરની મમતા જાય નહિ ત્યાં સુધી ભાવધર્મ આવે પણ નહિ. આ દુનિયાનું સુખ તો આજે છે અને કાલે નથી માટે આના ઉપર રાગ કરવો તે બેવકુફી છે તેમ લાગે છે ? ઘરથી છૂટવા મંદિરે જવાનું છે. પેઢીથી છૂટવા ઉપાશ્રયે જવાનું છે. સાધર્મિક ભક્તિ કરો તે સંબંધિઓથી છૂટવા કરવાની છે. દાન તે પૈસાથી છૂટવા છે. શીલ પાળવું તે ભોગથી ભાગી છૂટવા માટે પાળવાનું છે, ખાવા-પીવાદિની ઇચ્છાઓથી છૂટવા તપધર્મ છે અને આખા ભવથી ભાગી છૂટવા માટે ભાવધર્મ છે – આ બધી વાતો તમે કેટલી વાર સાંભળી છે ? પણ છો ત્યાંના ત્યાંજ છો ને ? આ ઇન્દ્રિયો પરિપૂર્ણ ન મળે ત્યાં સુધી મુક્તિ ન થાય પણ તે આત્માના કાબૂમાં હોય તો મુક્તિ આપે. તે ઇન્દ્રિયોના કાબૂમાં આપણે જઇએ તો નરકાદિ દુર્ગતિમાં જવું પડે. આ ઇન્દ્રિયો દુર્ગતિમાં લઇ જનારી છે તેમ લાગે છે ? આંખથી ધર્મ વધારે કરો કે પાપ વધારે કરો ? કાનથી ધર્મની વાતો વધારે સાંભળો કે પાપની ? તમારા ઘરમાં ધર્મની વાત ક્યારે થાય ? અમે એકલા ધર્મની વાત કર્યા કરીએ અને ધર્મથી આ આ સુખ મળે તેમ ન કહીએ તો અમેય ન પરવડીએ. આમની વાત તો ભીખમંગા બનાવે તેવો છે - તેમ માને. આજના ઘણા સુશ્રાવકો ! ની. આ માન્યતા છે કે- “મહારાજ તો કહ્યા કરે. મહારાજનું કહ્યું કરીએ તો ઘર-બાર ન ચાલે. મહારાજની વાત સાંભળવાની પણ જીવવાનું તો આપણે જીવીએ તેમ જ જીવવાનું. તેમાં ફર નહિ કરવાનો !” રોજ ધર્મ સાંભળે અને તે કહે કે- “અનીતિ કર્યા વિના તો ચાલે જ નહિ. નીતિ કરીએ તો ભુખ્યા જ મરીએ.' -આમ જે બોલે તે વ્યાખ્યાન સાંભળનારો કહેવાય કે વ્યાખ્યાનની વિટંબણા કરનારો કહેવાય ? માટે જ ભારપૂર્વક સમજાવી રહ્યા છે કે- મનશુદ્ધિ વિના તો ચાલે જ નહિ. મનશુદ્ધિ આવે તો ગુણ ન હોય તે ય આવી જાય. અને મનશુદ્ધિ ન હોય તો જે ગુણ હોય તેય દોષરૂપ થઇ જાય. સારા ગુણને બગાડનાર આ મનશુદ્ધિ નથી તેવી દશા છે. મનશુદ્ધિ નથી માટે ગુણ પણ આવતા નથી. ખરી વાત એ છે કે આજે મોટાભાગના મનનું જ ઠેકાણું નથી. તમારે શું મેળવવાની ઇચ્છા છે ? તો જે કહે કે- “મોક્ષ વિના બીજું કાંઇ જ જોઇતું નથી. મોક્ષે ઝટ જવું છે માટે દુર્ગતિમાં જવું નથી. ત્યાં દુઃખ ઘણું છે માટે તે દુઃખથી ડરીને નહિ પણ ધર્મ કરવાની સામગ્રી મળે નહિ માટે અને સદ્ગતિમાં જવું Page 68 of 77

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77