Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ કુટુંબ-પાલનાદિ કરવા પડે માટે કરે તોય તેને એવો પાપબંધ થતો નથી જે નુક્શાન કરે. તે જીવ મોહથી કુટુંબ પાળતો નથી પણ દયાથી-અનુકંપાથી પાળે છે, ધર્મ માર્ગે ચઢે માટે પાળે છે. તે ગાંડાધેલાની જેમ પોતાના સંતાનોને પરદેશ ન મોકલે.” તમને આર્યદેશ-આર્યજાતિ-આર્યકુળ મળ્યું છે. તેમાંય જૈનકુળ મળ્યું છે. તે પણ એવી જગાએ જ્યાં ભગવાનના અનેક મંદિરો છે તમે ઇચ્છો કે ન ઇચ્છો પણ સાધુઓનું આવાગમન ચાલુ છે. રોજ “સંસાર ભંડો-મોક્ષ મેળવવા જેવો-સાધુ જ થવા જેવું” આ વાત સાંભળવા મળે છે. તો આવી સામગ્રીમાં જન્મેલાં તમને તમારા સંતાનને પરદેશ મોકલવાનું મન થાય ? આજના ભણેલાં મોટે ભાગે મૂરખ... ચોરીથી પાસ થયેલા. માસ્તર તેની આજ્ઞામાં રહે તો જીવી શકે. પોતે ધારે ત્યારે સ્કૂલ બંધ કરાવે, નાપાસ થાય તો માસ્તરની ઠાઠડી કાઢે. તેના મા-બાપ પણ રાજી થાય તો તે મા-બાપને તેના શત્રુ કહેવાય કે હિતસ્વી? તપ એટલા માટે છે કે, નિર્જરાનું સાધન છે અને મુક્તિનું પરમ સાધન છે. મુક્તિના અર્થી વિનાના તપની કાંઇ કિંમત નથી. માસક્ષમણને પારણે માસક્ષમણ કરે પણ ભગવાનની આજ્ઞાથી ઉલ્ટા વર્તે તો તેનો ય અનંત સંસાર વધે. તમને બાહ્યવસ્તુઓ ગમે કે આત્માની ? કોઇપણ જીવને પૂછીએ તો તે મરવા ઇચ્છતો હોય ? તમે બધાય જીવવા જ ઇચ્છો છો ને ? સંસારમાં સદા જીવવાનું હોય ? મરણ ન જોઇતું હોય અને સંદા જીવવાનું જોઇએ તો આ સંસારમાં નથી. ‘સો નીવા નીવિતું છત્ત’ દેવલોકમાં જાવ તો ય મરવું પડે. તો જીવવાનું સદા ક્યાં ? મોક્ષમાં. સદા જીવવાની ઇચ્છાવાળો મોક્ષ ઇચ્છે કે સંસાર ઇચ્છે ? તમારે અહીં જીવવા માટે શું શું જોઇએ છે ? તમે જો બોલો તો તમારી ઇચ્છા કોઇ પૂરી કરી શકે નહિ. તમારે જીવવા ઘણું ઘણું જોઇએ છે માટે પાપ ચાલું છે. તમારું પૂર્વનું પુણ્ય જીવતું છે માટે સરકાર પણ તમારા જોગી મળી છે માટે તમે મોટરમાં ફ્રી શકો છો અને બંગલામાં રહી શકો છો. નહિ તો આજે જેલમાં જ હોત. તમે તો પેટ માટે ય પાપ કરવું પડે છે તેમ બોલી શકો એમ નથી. પેટનો વાંક કાઢતા નહિ. તમારા પેટની પણ ફરિયાદ છે કે, મારે કશું જોઇતું નથી. પેટ શું માંગે છે ? પાશેર અનાજ તમે તો નીતિના બધા નિયમ ધોળી પીધા. ભુખ લાગ્યા વિના ખવાય નહિ. આજે ખાવા-પીવા માટે ઘણું ઘણું જોઇએ તેથી પાપ વધી ગયા, તેની આ ખરાબી છે. ભગવાનની આજ્ઞા શી છે ? આજીવિકા માટે જરૂર હોય ને પૈસો કમાવો પડે તો કેવી વિધિ બાંધી ? “પૈસા કમાવા જોઇએ, પૈસો કમાવ” તેમ શાસ્સે નથી કહ્યું. પણ પૈસા કમાવા પડે તો કેવી રીતે કમાવા તેમ કહ્યું છે. માનવ અનીતિ કરે તે સંભવિત નથી તેમ શાએ લખ્યું છે. આ વાત વાંચી જગતમાં નજર કરીએ તો શું દેખાય ? તરત જ લખ્યું કે, જગતમાં ત્રણ પ્રકારના માનવ હોય છે. ઉત્તમ, મધ્યમ અને અધમ, તે અનીતિ કરે જ નહિ. ઉત્તમ માનવનો સ્વભાવ જ એવો હોય છે જે કદિ અનીતિ કરે નહિ. મધ્યમને અનીતિનો વખત આવે તો પરલોક તેની આંખ સામે આવે. એટલે પરલોકના ભયથી તે પણ અનીતિ ન કરે. અધમને જ્યારે અનીતિ કરવાનો પ્રસંગ આવે ત્યારે તે વિચારે કે- મેં અનીતિ કરી એમ આજબાજવાળા જાણે તો મારાથી જીવાય શી રીતે ? એટલે આલોકના ડરથી તે પણ અનીતિ ન કરે. મજેથી ખાનારાં, પીનારાં, લહેર કરનારાંન પૂછવું છે કે અહીંથી મર્યા પછી મારું થશે શું તે વિચાર કદિ કર્યો છે ? પાપનો ઉદય આવે તો અહીં પણ ખાવા Page 64 of 77

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77