Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 62
________________ તેવા કાળે આવા તપની અનુમોદના કરો તે આનંદનો વિષય છે. તો તપની અનુમોદના કરનારા તે ઓછામાં ઓછા રાત્રિભોજનના ત્યાગી, અભક્ષ્યભક્ષણના ત્યાગી, નવકારશી ચોવિહાર કરનારા, ચોવિહાર ન થઇ શકે તો તિવિહાર કરનારા અને દવા ખાવી પડે તો દુવિહાર કરનારા કેટલા ? તેનો જ અર્થ છે કે, મુગલ રમણતા ખૂબ વધી ગઇ છે. વિષય-કષાયની મજા સારી લાગી. છે પણ ખરાબ લાગતી નથી, ઇન્દ્રિયોના વિષયોમાં ખૂબ મજા આવે છે, લોભ તો ખૂબ વધી ગયો છે. લોભ ખૂબ વધી જવાના કારણે એક વેપારી એવો ન મળે કે-જે કહી શકે, “હું જૂઠું બોલું નહિ, ખોટું લખું નહિ, ખોટું બોલવા કે લખવા કરતાં મરી જાઉં.” એક કાળે વેપારીની આબરૂ હતી કે વેપારી જૂઠું બોલે નહિ, ખોટું લખે નહિ. તેને ત્યાં સા વર્ષના ચોપડાં રહેતા હતા. કાચાં અને પાકાં બે ય. ચોપડામાં લખાતું કે ભૂલચૂક સો એ વર્ષે લેવી દેવી. આજે આમ કેમ થઇ ગયું? પુદ્ગલ રમણતા વધી ગઇ, આત્મરમણતા ગઇ માટે. તમે બધા શરીરના પ્રેમી છો કે આત્માના પ્રેમી છો ? સાધુ પણ શરીરનો પ્રેમી હોય કે આત્માનો પ્રેમી હોય ? શરીરનો સંયોગ છે, જે દુ:ખ છે, અમે સાધુ કેમ થયા ? આ શરીર નામનું ભૂત વળગે નહિ માટે. તે ભૂત નથી વળગવાનું તેમ લાગે તો આનંદ થાય. ભૂત હજી વળગવાનું છે તો એવી રીતે મરવા માંગીએ કે જેથી ભૂતને કાબુમાં રાખી શકીએ જેથી હેરાન ન કરી શકે. આ ભૂત કર્મે વળગાડ્યું છે. તેની સાથે આપણને પાંચ ડાકણો વળગાડી છે. તે ડાકણો તમારી પાસે શું શું કરાવે છે ? શાએ તેને મોહરાજાની દૂતી કહી છે. તે તમારી પાસે ભયંકર પાપ કરાવી તમને નરકાદિ દુર્ગતિમાં નાખી આવનાર છે. તમારી આજ્ઞામાં તે છે કે તમે તેની આજ્ઞામાં છો ? આજનો વર્ગ દુશ્મનની દૂતીને તાબે થયો છે. ઘર-કુટુંબ, પરિવાર, પૈસૌ-ટકો “મારો' તે મોહ બોલાવે છે. તે મોહ તમારો મિત્ર છે કે દુશ્મન છે ? તે મોહે તમને તે ડાકણોમાં ફ્લાવી દુર્ગતિમાં મોકલવાનું નક્કી કર્યું છે. તમારે અહીંથી દુર્ગતિમાં જવું છે ? આ પાંચે ડાકણોને આધીન થયેલા દુર્ગતિમાં જ જાય. આ પાંચે ડાકણોને આધીન કષાય નામના ચંડાળને આધીન જ હોય. તે મહાલોભી હોય. તે જરૂર પડે માયા ય કરે. તેમાં સફળ થયા પછી છાતી કાઢીને ચાલે. તેના માનનો પાર જ ન હોય. આ વાત તો તમારા અનુભવની છે. આજના શ્રીમંતો સામાન્ય માણસની કિંમત જ આંકતા નથી પણ હટક્કે ચઢાવે છે. ગરીબ મળે તો અપશુકન માને. આજના ગરીબને હજી સામાન્યને ઘેરથી ભીખ મળે પણ મોટા શ્રીમંતના ઘરે તો પટાવાળાં જ બહાર કાઢે. આવી શ્રીમંતાઇ હોય ? જરૂરવાળા દુ:ખી કોને ઘેર જાય ? સૂકાં તળાવમાં કે લીલાં તળાવમાં જાય ? સુખીને ઘેર જરૂરવાળો દુ:ખી ન જાય તો બીજા કોને ત્યાં જાય ? આજના સુખી, દુ:ખી ગરીબને ચોરટાં ને લુચ્ચા કહે છે તો તે બધા શાહુકારના બાપ છે ? ભિખારીને ચોરટાં કહેનારા શ્રીમંતો મહાચોરટાં છે ! આગળ તો શ્રીમંતોને ઘેર ભિખારીઓના ટોળાં આવતા, કોઇ નિરાશ થઇને જતું નહિ. મેં મારા જીવન કાળમાં એવો શ્રીમંત જોયો છે જે પોતાના ધનનો વધુ ભાગ ધર્મમાં જ ખરચતો. તેના ઘરના આંગણમાં એટલા બધા ભિખારી આવતાં કે તે મોટો ટાટ લઇને બહાર આવતો અને બધાને આપતો. પાપયોગે પરિસ્થિતિ એવી પેદા થઇ કે, બધં ખલાસ થઇ જવા આવ્યું. સારા માણસો દેવાળ નથી કાઢતા. તેને પોતાની ગાડી પણ વેચવા કાઢી. તે વખતે ઇતર શેઠીયાઓ તેની પાસે આવ્યા અને કહ્યું કે- “શેઠ આ શું કરો છો ? અમે બેઠાં છીએ. અમારી પાસેથી લો. અમે તમને સહાયક થઇએ. Page 62 of 77

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77