Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 63
________________ તમે જેમ જીવો છો તેમ જ જીવો.' આજે શી હાલત છે ? આજે કોઇ નબળો પડે તો તમે તેને ટેકો આપો કે પાડો ? તે શેઠ કહે, મારે કાંઇ જોઇતું નથી. ભિખારીઓને શી ખબર કે શેઠની સ્થિતિ ફરી ગઇ છે, તેથી બધા બહાર આવી ઉભેલાં છે. તો શેઠ નાની તાસક લઇને આપવા આવ્યા છે. ભિખારીને આપ્યાવિના ન ખાવું તે ગૃહસ્થનો ધર્મ છે. તમે સીધા ખાવા બેસો છો તે ગૃહસ્થધર્મ ભૂલી ગયા છો. ભિખારીઓ પણ નાની તાસક જોઇ સમજી ગયા કે શેઠની સ્થિતિમાં પરિવર્તન આવ્યું લાગે છે. એટલે હાથ જોડી કહે કે, અમે ભિક્ષા માંગવા નથી આવ્યા પણ આપના દર્શન કરવા આવ્યા છોએ. શેઠ કહે, આજે તો બધા પ્રસાદ લઇને જાવ. બધા ભિખારી હાથ જોડીને જાય છે. ભિખારી કેમ ચોરટા થયા ? એટલા માટે કે પુદ્ગલનો રંગ ઘટે તો આ બને. મહાતપસ્વી તો હંમેશા આત્મભાવમાં રમે. તેને પુદ્ગલની વાત તો ગમે જ નહિ. જે તપમાં આત્મરમણતા છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા છે, કષાયોની હત્યા છે. ખરેખર તપસ્વી આત્માઓ તો કષાયોને એવા પીલે કે તેની પાસે ય આવી શકે નહિ, તેનાથી આઘા જ ઉભા રહે. તપસ્વીને ક્રોધ કેવો ? માન કેવું ? આજના તપસ્વી તો માન કરી શકે જ નહિ. ભગવાનના શાસનમાં ઘણાં ઘણાં તપસ્વી થયા તેની આગળ આપણો તપ શું છે ? તમે બધા શ્રી ધના કાકંદીને ઓળખો છો ? સાર્થવાહનો દિકરો છે, શ્રીમંતાઇની છોળોમાં ઉછર્યો છે. એકવારની દેશના સાંભળીને તેને વિરાગ પેદા થયો છે. માતાને સમજાવીને દીક્ષા લેવા તૈયાર થયો છે. દીક્ષા લીધા પછી તે જ વખતે પ્રતિજ્ઞા કરે છે કે-જીવનભર છઠ્ઠને પારણે છઠ્ઠ કરીશ. પારણે આયંબિલ કરીશ. આયંબિલમાં પણ માખી ન બેસે તેવો ખોરાક લઇશ. આવા તપના વર્ણનો સાંભળે તેને આપણા તપની કિંમત લાગે ? તેને એમ ન થાય કે ભગવાનના શાસનના મહાતપસ્વી ક્યાં અને અમે ક્યાં ? આવા તપનું અનુમોદન કરનારા જો રાતે ખાતાં હોય, અભક્ષ્ય ખાતાં હોય, જે-તે ખાતાં હોય, હોટલોમાં જતાં હોય, સીનેમા ગમતી હોય તો તે ભયંકર વાત છે. તપ કરનારા-તપનું અનુમોદન કરનારાના પણ ક્રોધ-માન-માયા-લોભ મરણ પથારીએ જ જોઇએ. તેને તે ક્રોધાદિ ભૂંડા જ લાગવા જોઇએ. ક્રોધાદિ કરાય જ નહિ, તે ભૂંડા જ છે એમ તમે બોલી શકો છો ? ઇન્દ્રિયો ભયંકર છે તેમ માને તે જ ક્રોધાદિને ભૂંડા બોલી શકે. તમે ઇન્દ્રિયોને રાજી રાખો છો કે શિક્ષા કરો છો ? ઇન્દ્રિયો જે માગે તે આપો કે જે જરૂરી હોય તે જ આપો ? શાસ્ત્ર કહ્યું છે કે, આવા જીવને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પર જ પ્રેમ હોય. તે જ્યાં જાય ત્યાં આજ્ઞા તેની સાથેને સાથે જ હોય એવી રીત આજ્ઞા આત્મસાત્ થઇ ગઇ હોય. શાસ્ત્રે કહ્યું છે કે, ભગવાનનો ચારે પ્રકારનો સંઘ ખરેખર તપસ્વી છે. તપસ્વી ન હોય તેમ બને જ નહિ. તે કદાચ તપ ન કરી શકે તો પણ તપની ભાવનાવાળો તો હોય જ. ચોથે ગુણઠાણે - અવિરત સમ્યદ્રષ્ટિ ગુણઠાણે રહેલા જીવો એવું ઘોર પાપ બાંધીને આવ્યા હોય છે કે, તે વ્રત-પચ્ચક્ખાણ રૂપ વિરતિ પણ ન કરી શકે. તે છતાં પણ તેની પાપ સામે લડત ચાલુ જ હોય છે. તે તપસ્વી ન પણ હોય તો પણ તપ નથી થતો તેનું પારાવાર દુ:ખ હોય છે. સમકિતી કેવા હોય ? લહેર કરનારા ? રાગી ? મજા કરનારા ? ખાવા-પીવાદિના રસિયા ? સમકિતી માટે શાસ્ત્રે લખ્યું કે‘મોક્ષાંશૈતાન:' મોક્ષની આકાંક્ષા- ઇચ્છા એ જ એક તાન જેની એવા સમકિતી હોય છે. ‘મોક્ષ ક્યારે મળે... મોક્ષ ક્યારે મળે, તે જ ધારા હોય તેવા જીવને ઘરમાં રહેવું પડે માટે રહે. Page 63 of 77

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77