Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 59
________________ હોય તો મોક્ષને માટે નિર્જરા તત્ત્વ જરૂરી છે. સંપૂર્ણ નિર્જરા વિના મોક્ષ થતો નથી. સંપૂર્ણ નિર્જરા ભગવાનની આજ્ઞા મુજબ સારી રીતે તપની આરાધના કરે તે જ કરી શકે, બીજા નહિ. નિર્જરાના સાધન તરીકે અનંતજ્ઞાનીઓએ તપને વખાણ્યો છે. આ જે અનશનાદિ તપ છે તે બાહ્ય તપ છે તે જો અત્યંતર તપનો પોષક હોય તો જ તેની કિંમત છે, તે માટે શ્રી જૈન શાસનમાં કયા તપને શુદ્ધ કોટિનો કહ્યો છે તે વાત સમજાવવી છે. જે તપમાં બ્રહ્મચર્યનું પાલન હોય, શ્રી જિનેશ્વર દેવોની અર્ચના નામ પૂજા હોય, કષાયોની ભારેમાં ભારે હત્યા થતી હોય અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આત્મસાત્ થઇ હોય તે જ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં શુદ્ધકોટિનો તપ કહેવાય છે. શ્રી જૈનશાસનને પામેલો આત્મા હત્યા કોની કરે ? કષાયોની જ ને ? સંસારમાં ભટકાવનાર કષાયો છે. તે કોના બળે જીવે છે ? વિષયોના. વિષયો કષાયોને જીવાડનાર છે. વિષયો એવા છે કે તે સંસારી જીવોને બેભાન જેવા જ રાખે. જાગતાં હોવા છતાં ભાનમાં ન હોય તે બેભાન કહેવાય. જે ભાનમાં હોય તેને વિષયો ગમે ? જ્ઞાનીઓએ વિષયોને વિષ જેવા કહ્યા છે. વિષ તો એવું છે કે માત્ર એક જ જન્મમાં મારે. વિષયો તો જનમ જનમમાં મારે અને અનંતા જન્મો વધારે. વિષયો જેના ખીલેલા હોય તેના કષાયો જોરદાર જ હોય, તે બધા બેભાન જેવા જ હોય, આવા તપના વર્ણન ચાલ તેને જાણનાર અને સાંભળનાર સંસારના વિષયોમાં જ મસ્ત હોય તો તેને બેહોશ જ કહેવાય. આ જનમ તેમાં જ જાય તો મારું શું થાય ? તેવો વિચાર પણ તેને આવે નહિ. અનંતજ્ઞાનીઓ કહે છે કે, બ્રહ્મચર્ય એટલે સંસારના સઘળાંય પુદ્ગલભાવોથી છૂટો થઇને આત્મા, આત્મભાવમાં રમે. ‘બ્રહ્મણિ-જ્ઞાત્મનિવર્ય તેતિ બ્રહ્મવર્ય:' -આત્મામાં રમવું તે જ ખરેખર બ્રહ્મચર્ય છે. આવું બ્રહ્મચર્ય આર્ય દેશમાં, આર્યજાતિમાં, આર્ય સંસ્કારો જીવતાં હોય તેનામાં જીવતું હતું. તો આપણે તો શ્રી અરિહંત પરમાત્માના શાસનને અને જૈનત્ત્વના સંસ્કારને પામેલા છીએ તો આપણને આવા તપ વિના ચેન પડે ? જેને પુદ્ગલ રમણતા, વિષયાસક્તિ, કષાયની આધીનતા વળગી હોય તેને તપ કરવાનું મન થાય ? આજે મોટાભાગને તપ કરવાનું મન થતું નથી. શક્તિ સંપન્ન હોવા છતાં પણ ઘણા તપ કરતાં નથી. તપસ્વીને જૂએ, તપની વાતો કરે તેના ગીત ગાય તેને ઉછાળો ય ન આવે કે હું તપ કરું ? અનંતજ્ઞાનીઓએ માવેલ બારે પ્રકારનો તપ તમારાથી થઇ શકે તેમ નથી માટે નથી કરતા કે કરવાનું મન નથી માટે નથી કરતા ? જ્ઞાનીઓએ આ મનુષ્યભવની દુર્લભતા વર્ણવતા કહ્યું કે- તમને બધાને પુણ્યયોગે જેમ સંસારની સામગ્રી સારી મલી છે તેમ ધર્મની સામગ્રી પણ મલી છે તો તમારી પ્રીતિ સંસારની સામગ્રી પર છે કે ધર્મની સામગ્રી પર છે ? તમારો ઢાળ કઇ તરફ છે ? કઇ સામગ્રીના યોગે તમે મજામાં દેખાવ છો ? આનંદથી હરો છો-રો છો ? સભા. સુખની સામગ્રી સારી હોય તો ધર્મ સારો થાય ને ? ઉ. જેની પાસે સુખની સામગ્રી ઘણી ઘણી છે તે બધા જ અહીં આવે છે ? જે આવે છે તેય સુખનો ત્યાગ કરવા આવે છે ? જેનાથી સુખનો ત્યાગ થતો નથી તેનું દુ:ખ થાય છે. સુખ જ ખરાબ છે, છોડવા જેવું છે તે વાત સાંભળવા સમજવા મળે, તેનું જ્ઞાન થાય તો છોડવાની શક્તિ આવે તે માટે ય આવે છે ? પ્ર. અમારું કોઇ ધ્યેય નથી ? Page 59 of 77

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77