Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 46
________________ ગમે તે રીતે પૈસા કમાવવા છે, મોજ કરવી છે, મરવાનું તો યાદ જ નથી, તેનું આ પરિણામ છે. મોટા મોટા માધાંતાઓ મરી જાય છે, તેના મડદાને ય કોઇ રાખતું નથી, બાળી આવે છે તેમ તમારું થવાનું છે. તમારે ય મૂકીને જવાનું છે, તે છતાં મેળવવા દોડધામ કરો છો, તે તમને મૂર્ખાઇ નથી લાગતી ! મૂખંઇ જ લાગી જાય તો તો કામ થઇ જાય. માટે મારી ભલામણ છે કે, આ સામગ્રી મળી છે તેને સમજવાની કોશિશ કરો, સમજાય તેની શ્રદ્ધા કેળવો અને શક્તિમુજબ આચરતા થાવ તો મરતી વખતે આનંદમાં હશો, મરણ મજેનું થશે. પરલોક સુધરશે અને સદ્ગતિની પરંપરા સાધી પરમપદને પામશો. આજે તમારા જીવનમાં મજા નથી. જીવનમાં કેટલી ઉપાધિ છે તેની ખબર છે ? પણ લોભના માર્યા બધું વેઠો છો. આ વિચાર કરી જીવન સુધારવાની કોશિશ કરો અને સાવચેત થઇ, ધાર્યું કામ સાધી જાવ તે જ શુભાભિલાષા. [૨૦૩૪ ભાદરવા સુદિ-૧૫ ને શનિવાર, તા. ૧૬-૯-૭૮. ગજરાવાળા ફલેટ્સ, પાલડી, અમદાવાદ.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ જેવા આ જગતમાં કોઇ ઉપકારક થયા નથી, થતા નથી અને થશે પણ નહિ. આ રીતે શ્રી અરિહંત પરમાત્માને ઓળખનારા આત્માઓને આ સંસારમાં રહેવું ગમે નહિ, મોક્ષમાં જ જવું ગમે. તેમનો સ્નાત્ર મહોત્સવ ભક્તિભાવથી કરનારા જીવો, સ્નાત્રની જે જે કડીઓ બોલે અને આનંદ પામે તો આ વાત હૈયામાં જચી જ હોય ને ? શ્રી અરિહંત પરમાત્મા ભક્તિપાત્ર બન્યા શાથી ? તેમને આખા જગતના જીવોને સંસારમાંથી Page 46 of 77

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77