Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 56
________________ આ ખાવા-પીવાદિ જે મોજમઝા તેની જે મમતા છે તેનો નાશ કરવા માટે તપ છે. આ મોજ મઝાદિની મમતાનો નાશ પણ એટલા માટે કરવો છે કે, વિષયની વાસના નાશ પામે, ક્યાયો પણ નાશ પામે અને એમ કરતા કરતા એવો વીચલ્લાસ પ્રગટે કે જેના પ્રતાપે મિથ્યાત્વ પણ નાશ પામે, સમ્યક્ત્વ પ્રગટે, સર્વવિરતિ પામે, ક્ષપકશ્રેણી માંડે, મોહને મારી, વીતરાગ થઇ, કેવળજ્ઞાન પામી, અયોગી થઇ જીવ મોક્ષને પામે. માટે મારી સૌને ભલામણ છે કે, તપો જે હેતુ તેને લક્ષમાં રાખી તપ કરતા થાવ, મોજ-મઝાદિમાં પડ્યા છો તો તેથી દૂર થાવ અને આ જે શાસન મળ્યું છે તેની આરાધના કરવા માંડો તો નિસ્તાર થયા વિના રહે નહિ. સૌને સંસારથી પાર પમાડવાની ભાવનાથી ભગવાને મોજ મઝાદિને મારવા, જે તપ-જપનો ઉપદેશ આપ્યો તેનું શક્તિ મુજબ પાલન કરતા થઇ કલ્યાણને પામો એ જ શુભાભિલાષા. Page 56 of 77

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77