Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 52
________________ સિં. ૨૦૩૪ પોષ સુદ-૯ મંગળવાર, ૧૭-૧-૭૮. ચંદ્ર-દીપક ધર્મશાળા પાલીતાણા.]. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓના શાસનમાં દાન-શીલ-તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ માવ્યો છે. દાન ધર્મ લક્ષ્મીની મૂચ્છ ઉતારવા માટે છે, શીલ ધર્મ ભોગ પ્રત્યે સૂગ પેદા થાય તેવી દશા પામવાને માટે છે, તપ ધર્મ સંસારની સઘળી ઇચ્છાઓનો નાશ કરવા માટે છે અને ભાવ ધર્મ એવી ઊંચી કોટિનો છે કે, તે જેને સ્પર્શી જાય તેને આખો ય સંસાર ભયંકર લાગ્યા વિના રહે નહિ. આ ભાવધર્મ પેદા નથી થયો માટે જ આ સંસાર પ્રત્યે જોઇએ તેવો અભાવ પેદા નથી. થયો. તેને પરિણામે મોક્ષ પ્રત્યે રૂચિ પેદા નથી થઇ. આજે ઘણો ભાગ દાન-શીલ-તપ ધર્મ કરવા છતાં તેને ભાવધર્મ પેદા થયો નથી. સંસારની બધી પ્રવૃત્તિમાં વિષય-કષાયનાં તોફાન છે. આવા તોફાનમાં લીન બને તેના માટે નરકાદિ દુર્ગતિ છે. આ રીતે કરતા કરતા સંસારમાં અનંતકાળ આપણે પસાર કર્યો છે. હવે સંસારથી છૂટવું છે અને ઝટ મોક્ષે જવું છે ? આ ભાવધર્મને આત્મામાં સદા માટે વસાવવો છે ? કયો ભાવ ધર્મ !“દુનિયાની સારામાં સારી ચીજ ગમી જાય તે પણ દુઃખ માટે છે અને ખરાબ ચીજ ગમતી નથી તે પણ દુઃખ માટે છે. “દુનિયાની સારી ચીજ ગમવી તે ય ભૂંડું છે અને ખરાબ ચીજ ન તે પણ ભૂંડું છે. આવી મનોદશા પેદા થાય તે ભાવધર્મ છે.” આવો જીવ દાન લક્ષ્મી નામની ડાકણથી છૂટવા માટે કરે. શીલધર્મમાં પોતાની એવી શક્તિ જોડે કે જેથી ભોગની બધી વાસના નાશ પામે અને તપ ધર્મથી એવી શક્તિ પેદા કરે ક સંસારની બધી ઇચ્છાઓ સળગવા માંડે. પછી તે જીવનો સંસાર છૂટી જાય અને મોક્ષ નજીક થાય. આ રીતે અનંતા આત્માઓ મોક્ષે ગયા તેમ આપણી પણ ઝટ મુક્તિ થાય તે માટે ભાવધર્મને સમજી શક્તિ મુજબ દાન-શીલ-તપ ધર્મની આરાધના કરો અને વહેલામાં વહેલા પરમપદને પામો એ જ શુભાભિલાષા. Page 52 of 77

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77