Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 40
________________ ભક્તિ કરવી, જેથી તેના હૈયામાં ડંખ રહ્યો તો નીકળી જાય. સામાને ઉપશમ પમાડવાની ભગવાનની ભારપૂર્વક્ની આજ્ઞા છે. જે ઉપશમ પામે છે - કરે છે તેની જ આરાધના સાચી થાય છે. જે ઉપશમ નથી પામતો તે સાચો આરાધક નથી બની શકતો. ભગવાને અમને ઘર-બારાદિનો ત્યાગ કરાવી કેમ જીવવું તે સમજાવ્યું છે, તેવું તમને તમારા મા-બાપે ય નહિ શીખવ્યું હોય. તમને કે તમારા મા-બાપને સંતાનની ચિંતા જ હોતી નથી. સંતાન ભણી-ગણીને કમાતા થાય તેટલી જ ચિંતા હોય છે. તમારા આત્માનું શું થશે તેની ચિંતા જ થતી નથી. ભગવાને આત્મકલ્યાણ માટે સંસારનો ત્યાગ કરવાનું કહ્યું છે. જે ઉપશમ કરે છે તેની આરાધના છે, જે ઉપશમ નથી કરતો તેની આરાધના નથી. ભગવાનનું શાસન ઉપશમમય છે, જેનામાં ઉપશમ નહિ તે શાસન આરાધી શકતો નથી. ભગવાનશ્રી મહાવીરદેવે જે આચરણા કહી તે સાધુ-સાધ્વી જીવે, શ્રાવક-શ્રાવિકા તે પામવાના હેતુથી સહાય કરે, અનુમોદના કરે અને તેઓ સારી રીતે પાળે તેવો પોતે વ્યવહાર કરે તો સારો કાળ હોય તો તો તે જ ભવે મોક્ષ પામે. કર્મ બાકી હોય તો ત્રીજે-પાંચમે ભવે મોક્ષે જાય. સંસારમાં લાંબો કાળ ટકે જ નહિ. ભગવાને જે આચાર બતાવ્યો તે બરાબર પાળીએ તો સંસારમાં લાંબો કાળ રહે જ નહિ. તો આપણે સૌ પોત-પોતાના સ્થાન મુજબ જે-જે આચાર બતાવ્યો તે પાળીએ, ન પળાય તે ક્યારે પળાય તેની ભાવનામાં રહે અને તે માટે મહેનત કરે તેમ તમે આ માર્ગની શ્રદ્ધા રાખો અને શક્તિ મુજબ આચરો તો તમારું ય કલ્યાણ થાય. સૌ માર્ગ આરાધી વહેલા મુક્તિપદને પામો એ જ શુભાભિલાષા. Page 40 of 77

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77