Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 38
________________ આપણા સૌના મહાભાગ્યનો ઉદય છે કે આપણે સહુ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન પામ્યા છીએ. આ શાસનની વાસ્તવિક પ્રાપ્તિ થઇ એમ ક્યારે કહેવાય ? જેને થાય કે- “આ સંસાર રહેવા જેવો નથી. આત્માનું સાચું સ્થાન મોક્ષ જ છે. આ સંસાર તો કર્મે વળગાડ્યો છે.” આટલી પ્રતીતિ થાય તો ભગવાન હૈયામાં વસી ગયા કહેવાય. આ ભક્તિ પણ ત્યારે જ ળે. આપણે ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં છીએ માટે તેમને જે વાત કહી, તે જ વાતા અનંતા શ્રી અરિહંત પરમાત્માઓએ કહી છે કે- “આ સંસાર કમેં સર્યો છે. કર્મ ન હોત તો આ સંસાર ન હોત. અનાદિથી કર્મ વળગ્યા છે માટે આપણે ભટકીએ છીએ. આ સંસાર જીવનું સ્થાન નથી. જીવને દુ:ખ વિનાનું, કદિ નાશ ન પામે તેવું. કોઇ ચીજની જરૂર ન પડે તેવું સુખ જોઇએ છે. તે સુખ મોક્ષ વિના કશું નથી. બિચારા જીવો સુખ માટે, સંસારમાં ફાંફા મારે છે પણ ક્યાંય સાચું સુખ મળતું નથી. થોડું ઘણું ભૌતિક સુખ મળે તો તેમાં ગાંડા થઇ, સંસારમાં ભટકવા ચાલ્યા જાય છે.” જ્ઞાનીઓ માને છે કે- ‘દાન એ લક્ષ્મીથી છૂટવા માટે છે, શીલ એ ભોગથી છૂટવા માટે છે અને તપ એ સંસારનાં સુખ અને સુખની સામગ્રીની ઇચ્છા મટી જાય - કેમકે તે ઇચ્છા જ સંસારમાં રખડાવનારી છે - તે માટે તપ છે.” આ દાન-શીલ અને તપ ક્યારે ળે ? કે “આ સંસાર રહેવા જેવો નથી, મોક્ષ જ મેળવવા જેવો છે.” આવો ભાવ પ્રગટે તો. દાન કરે પણ ધનની મૂચ્છનો અભાવ ના થાય, શીલ પાળે પણ ભોગનો અભાવ ન થાય, તપ કરે પણ ખાવા-પીવાદિની મોજમજાનો અભાવ ના થાય તો ભગવાનની વાત બેસે નહિ, ભગવાનની વાત બેસે નહિ તો જીવનમાં આવે નહિ. જીવનમાં આવે નહિ તો ચાર ગતિ રૂપ સંસારમાં ભટકી ભટકીને દમ નીકળી જાય. અહીંથી ક્યાં જવાના છીએ તેની જો ખાલી હોય તો તો આપણે ભાગ્યશાળી છીએ. તેવી ખાત્રી ન હોય તો પણ આપણે કહેવું છે કે- હવે અમે અહીંથી મરીને નરક-તિર્યંચમાં જવાના નથી પણ દેવ-મનુષ્યગતિમાં જવાના છીએ, કેમકે આપણને ભગવાન મળ્યા છે, ભગવાનનું શાસન મળ્યું છે. દેવ-મનુષ્ય ગતિમાં પણ શ્રી અરિહંત પરમાત્મા વિના કોઇ શરણ નથી. તેમને માવેલ દાન-શીલ-તપ વિના આચરવા જેવી. કોઇ ચીજ નથી. આ ભાવ આવે તો હૈયામાં ભગવાન વસે, સૌ આ ભાવ પેદા થાય તેવી શક્તિ પામો એ જ શુભાભિલાષા. Page 38 of 77

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77