Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 35
________________ આજ્ઞા મુજબના પદાર્થોની સમજથી થાય છે. જેમ જેમ સમજ વધે, વિચારણા વધે તેમ તેમ દ્રવ્ય ગુણ અને પર્યાયોમાં મન વધુ સ્થિર થાય અને તેના પ્રતાપે આત્મા શ્રેણિ પર આરૂઢ થાય, જેથી મોહનીયા મરે, વીતરાગ બને, કેવળજ્ઞાન પામી, અયોગી થઇ મોક્ષને પામે. શ્રી જિનશાસનમાં વિષયવાસનાને મારવા માટે, મોહજન્ય ઇચ્છાઓનો નાશ કરવા માટે બાહ્ય તપનો મહિમા ઘણો છે. માટે આ રીતે સૌ બાહ્યતાનો મહિમા સમજી, શક્તિ અનુસાર તે તપ કરવાનો પુરૂષાર્થ આદરે તો વિષયના વિજેતા બને અને કષાયના વિજેતા બનવાને પુરૂષાર્થ કરે, જેના પરિણામે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાઉસ્સગ્ન સ્વરૂપ અત્યંતર તપની અવસ્થાને પામી મુક્તિપદને પામે. [૨૦૩૪ શ્રાવણવદી – ૧૧, મંગળવાર, તા. ૨૯-૮-૭૮ પ૩ ઉપવાસના પારણા પ્રસંગે], અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં બાહ્યતાનું વિધાન એટલા માટે છે કે મારા આત્માને અત્યંતર તપ પામવામાં અંતરાય કરનાર જેટલા કર્મો છે તેનો તે નાશ કરનાર છે. જ્યાં સુધી સકલ કર્મોનો નાશ ન થાય ત્યાં સુધી મુક્તિ મળે નહિ. પણ ત્યાં સુધી મારી સદ્ગતિ કાયમી બની રહે-જેથી મોક્ષમાર્ગની આરાધના ચાલુ રહે-તે ઇરાદાથી ભગવાનના શાસનમાં કરાતો તપ ખૂબ ખૂબ પ્રશંસાપાત્ર છે. તે તપને લઇને જ તેમનું બહુમાન-સન્માન થાય છે. જેના ઘરમાં આવા સુંદર તપ કરનારા હોય, તે ઘર ભગવાનના શાસનને સમર્પિત જ હોય. તેના ઘરમાં જૈનાચાર જીવતાં જ હોય. તેના ઘરમાં કોઇ રાત્રિભોજન કરે નહિ, અભક્ષ્ય ભક્ષણ હોય નહિ, નવકારશીને ચોવિહાર તો હોય જ. તપ કરનાર પોતે સગુરૂ યોગ હોય તો જિનવાણી શ્રવણ કરે, ઉભય કાળ આવશ્યક કરે, સ્વાધ્યાયાદિ કરે તો તપ કરનારના ઘરો જૈન શાસનને સમર્પિત બન્યા વિના રહે નહિ. જેઓ આવો તપ ન કરી શકે, તેઓતપનું અને તપસ્વીનું અનુમોદન કરે કે“ધન્ય આમને ! અમારામાં પણ શક્તિ આવે તો અમે ય આવી આરાધના કરીએ તો તેમને ય લાભ થાય. જો દરેક જૈન ઘરોમાં નવકારશી અને ચોવિહાર તપ ચાલુ હોત અને આગળના તપ કરવાની Page 35 of 77

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77